શંકાસ્પદ ભંગાર સાથેનું વાહન ઝડપી પાડતી ભરૂચ એસઓજી

શંકાસ્પદ ભંગાર સાથેનું વાહન ઝડપી પાડતી ભરૂચ એસઓજી
શંકાસ્પદ ભંગાર સાથેનું વાહન ઝડપી પાડતી ભરૂચ એસઓજી

લોખંડનો ભંગાર અને ટેમ્પો મળી કુલ ૪ લાખ ૩૨ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો: બે ની અટકાયત

ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન અંસાર માર્કેટ પાસે નવજીવન હોટલની પાછળ ગોડાઉન નંબર.૨ માં ભંગાર ભરેલ ટેમ્પા અંગે મળેલી માહિતીના આધારે રેડ કરતા ભંગાર ભરેલ આયશર ટેમ્પો મળી આવ્યો હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

એસઓજી પોલીસે ટેમ્પામાં તપાસ કરતા લોખંડની પ્લેટો અને લોખંડની ચેનલો મળી આવી હતી. પોલીસે ગોડાઉનમાં હાજર બે શખ્સોની પૂછપરછ કરતા તે  મૂળ ભાવનગર અને હાલ ગોડાઉનમાં રહેતો વિરલ જગદીશ ઠક્કર ગોડાઉનનો માલીક હોવાનું જણાવ્યું હતું અને ટેમ્પા ચાલકની પૂછપરછ કરતા તે સારંગપુર ગામની નવીનગરીમાં રહેતો મનીષ રમેશ વસાવા હોવાનું જણાવ્યું હતું.પોલીસે વિરલ ઠક્કર પાસે ટેમ્પામાં ભરેલ ભંગારના જથ્થા અંગે બીલ માંગતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

Read About Weather here

તેમજ ટેમ્પા માલીક મનીષ વસાવા પાસે ટેમ્પાના દસ્તાવેજો માંગતા હાલમાં તેની પાસે નહિ હોવાનું જણાવ્યું હતું. એસઓજી પોલીસે ટેમ્પામાં ભરેલ રૂપિયા ૧ લાખ ૩૨ હજારનો ૪૪૨૦ કિલોગ્રામ ભંગારનો જથ્થો તેમજ 3 લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા ૪ લાખ ૩૨ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરુધ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે ગુન્હો નોંધી વધુ  તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here