ગુજરાતમાં ધો.6 થી 8નાં વર્ગો શરૂ કરવા સાંજ સુધીમાં નિર્ણય

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું
મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું

આરોગ્ય વિભાગના અહેવાલના આધારે રાજય સરકાર ફેંસલો કરશે: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબીનેટ કમિટીની બેઠકમાં અનેક વિષય પર ચર્ચા


સરકારે ધો.6 થી 8નાં વર્ગો ઓફલાઇન શરૂ કરવા અંગે આખરી નિર્ણય સાંજ સુધી મુલતવી રાખ્યો છે. આરોગ્ય વિભાગના અહેવાલના આધારે રાજય સરકાર નિર્ણય લેશે. ધો.6 થી 8નાં વર્ગો ફિઝીકલી શરૂ કરવા કે નહીં એ અંગેની જાહેરાત મોડી સાંજ સુધીમાં થઇ જવાની શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને કેબીનેટની કોરકમીટીની બેઠક યોજાઇ છે. જેમાં વર્ગો શરૂ કરવાના મુદ્ાથી માંડીને અનેક મુદ્ાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. બપોરે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બરમાં અગત્યની બેઠક યોજાઇ હતી.

આરોગ્ય અધિકારીઓ સાથે પણ મસલતો કરવામાં આવી હતી. એ પછી માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે, આરોગ્ય ખાતાના અહેવાલના આધારે વર્ગો શરૂ કરવાનો નિર્ણય સાંજે જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

કેબીનેટની બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 5 ઓકટોબર શિક્ષક દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહયા છે. આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.

તદ્ઉપરાંત કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણ અંગે પણ કેબીનેટ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજય પાસે રસીના 13 લાખ ડોઝ ઉપલબ્ધ છે. રસીકરણની ગતી વેગવાન બને અને તમામ લાભાર્થીઓને 2 ડોઝ અપાઇ જાય એ વિશે પણ ચર્ચા થઇ હતી અને મુખ્યમંત્રીએ તથા આરોગ્ય મંત્રીએ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

Read About Weather here

ચર્ચાનો એક ખાસ મુદ્ો વરસાદની ખેંચને લીધે સર્જાયેલી પરિસ્થિતિ અંગેનો રહયો હતો. સિંચાઇનું પાણી કઇ રીતે આપવું અને પીવાનું પાણીનું કેટલુ ઉપલબ્ધ છે એ અંગે પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. પાકને બચાવવા માટે શું થઇ શકે તે વિશેનું આયોજન ગંભીર રીતે વિચારવામાં આવ્યું હતું. એક-બે દિવસમાં મહત્વની જાહેરાત થવાની શકયતા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here