જ્યૂબેલી કોર્ટમાંથી આરોપીઓ પોલીસને પછાડી ફરાર

જ્યૂબેલી કોર્ટમાંથી આરોપીઓ પોલીસને પછાડી ફરાર
જ્યૂબેલી કોર્ટમાંથી આરોપીઓ પોલીસને પછાડી ફરાર

હત્યાની કોશિશના કેસમાં હાજર નહીં રહેતા બે આરોપી સામે બિન જામીનલાયક વોરંટ હતું ; બન્ને આરોપીને પકડવા પોલીસ ધધે લાગી

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ઢીલી નીતિન કારણે ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી, પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ આરોપીઓ પ્રત્યે ઢીલાશ દાખવી રહ્યા છે. ત્યારે પોલીસ જાપ્તામાંથી ગુનેગારો નાસી જવાના બનાવો વચ્ચે શુક્રવારે બપોરે કોર્ટ કસ્ટડીમાં રહેલા હત્યાની કોશિશના ગુનાના બે આરોપી પૈકી એક લઘુશંકા જવાનું બહાનું બતાવી પોલીસને પછાડી દઇ ભાગી ગયો છે. જયારે બીજો આરોપી કોર્ટની પરવાનગી વગર નાસી જતા બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઇ ડી.એ.બામટા આજે છઠ્ઠા એડિ.સેશન્સ જજ પ્રશાંત જૈનની કોર્ટમાં ફરજમાં હતા. આ સમયે વીંછિયા ગામે 2018માં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો.

જે ગુનામાં સંડોવાયેલા સાયલાના નાગડકા ગામના દિલીપ જીલુ જેબલિયા અને પ્રદીપ બહાદુર ખાચર નામના આરોપી કોર્ટમાં મુદતે હાજર રહેતા ન હોય તેમના વિરૂધ્ધ અદાલતે બિન જામીનલાયક વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે વોરંટના આધારે બંને આરોપી આજે સવારે કોર્ટમાં હાજર થયા હતા. ત્યારે મુદતમાં હાજર ન રહેનાર બંને આરોપી સામે અદાલતે લાલ આંખ કરી બંનેને જજે કોર્ટ કસ્ટડીમાં લેવાનો મૌખિક હુકમ કરી ફરજ પર રહેલા પોલીસ હવાલે કર્યા હતા.

દરમિયાન સાડા બાર વાગ્યાના અરસામાં કોર્ટ કસ્ટડીમાં રહેલા આરોપી દિલીપ જેબલિયાએ પોતાને લઘુશંકા લાગી હોવાની એએસઆઇને વાત કરી હતી.જેથી એએસઆઇ આરોપી દિલીપને લઇ કોર્ટ સંકુલના પાછળના ભાગે આવેલા બાથરૂમે લઇ ગયા હતા. ત્યારે અચાનક આરોપી દિલીપ જેબલિયાએ એએસઆઇ બામટાને ધક્કો મારી પછાડી દઇ ત્યાંથી નાસી ગયો હતો. એએસઆઇ સહિત કોર્ટમાં હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ તેને પકડવાની કોશિશ કરી હતી. પરંતુ આરોપી દિલીપ જેબલિયા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

Read About Weather here

નાસી ગયેલા આરોપીની ભાળ નહીં મળતા એએસઆઇ પરત કોર્ટમાં આવતા કસ્ટડીમાં રહેલો બીજો આરોપી પ્રદીપ ખાચર પણ જોવા મળ્યો ન હતો. બીજા આરોપી અંગે તપાસ કર્યા બાદ કોર્ટમાં પૂછપરછ કરતા તે કોઇને કહ્યા વગર કોર્ટમાંથી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ.

કોર્ટ કસ્ટડીમાં રહેલા બે આરોપી નાસી ગયાના બનાવ બાદ દિવસભર શોધખોળ કરવા છતા કોઇ સગડ નહિ મળતા અંતે શુક્રવારે સાંજે પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને આરોપી સામે આઇપીસી 224, 225ની કલમ હેઠળ ફરિયાદ નોંધી પીએસઆઇ બી.વી.બોરીસાગરે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here