હિમાચલ પ્રદેશમાં ભયાનક ભૂસ્ખલન થતા 40 સહેલાણીઓ દટાયા

હિમાચલ પ્રદેશમાં ભયાનક ભૂસ્ખલન થતા 40 સહેલાણીઓ દટાયા
હિમાચલ પ્રદેશમાં ભયાનક ભૂસ્ખલન થતા 40 સહેલાણીઓ દટાયા

ગુરુવારે ભરબપોરે કિન્નોર- હરિદ્વાર હાઈ-વે પર કંપાવી દેનારી દુર્ઘટના

રાહત અને બચાવ ટુકડીઓ દ્વારા યુધ્ધનાં ધોરણે કામગીરી, અનેક વાહનો દટાયા

હિમાચલ પ્રદેશનાં કિન્નોર જીલ્લામાં આજે બપોરે ભયાનક ભૂસ્ખલન સર્જાતા સાંકળા પહાડી માર્ગ પરથી પસાર થતા સંખ્યાબંધ વાહનો દટાઈ ગયા હતા જેમાં ૪૦ થી વધુ સહેલાણીઓ ફસાઈ ગયા હોવાનો અને દટાઈ ગયાનો ભય સેવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

હિમાચલ પ્રદેશ પરિવહન નિગમની એક બસ સહિત સંખ્યાબંધ વાહનો પહાડ પરથી વેગ પૂર્વક ધસી આવેલા પથ્થરો અને ધૂળ માટીનાં ઢેફા નીચે દટાઈ ગયા હતા. આઈ.ટી.બી.પી દ્વારા યુધ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ડે.કમિશનર આબીદ હુશેન સાદીકે જણાવ્યું હતું કે, કાટમાણ હેઠળ દટાઈ ગયેલી બસમાં ૪૦ સહેલાણીઓ હતા. એક ટ્રક અને એક કાર સહિતનાં વાહનો પર દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

હિમાચલ પ્રદેશમાં ભયાનક ભૂસ્ખલન થતા 40 સહેલાણીઓ દટાયા હિમાચલ

કિન્નોરથી હરિદ્વાર વચ્ચેનાં રોકોંગપીયો- સિમલા હાઈ-વે પર આજે બુધવારે બપોરે ૧૨:૪૫ વાગ્યાનાં સુમારે આ ભયાનક હોનારથ સર્જાઈ હતી. પહાડ પરથી પુરનાં પાણીની જેમ પથ્થરોનો વરસાદ થયો હતો અને વાહનોને દબાવી દીધા હતા.

આઈ.ટી.બી.પી ની ટુકડીઓ ઘટના સ્થળે ધસી ગઈ છે. ફસાયેલા લોકોને નીકળી લેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

Read About Weather here

હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, એન.ડી.આર.એફ, પોલીસ અને બોર્ડર પેટ્રોલની બચાવ ટુકડીઓ મોકલવામાં આવી છે. કેટલી જાનહાની થઇ છે એ વિશે હજુ સરકારને પણ જાણ થઇ નથી.

તાજેતરનાં દિવસોમાં હિમાચલનાં કિન્નોર વિસ્તારમાં અનેક વખત ભૂસ્ખલન થયું છે અને ટુરિસ્ટરે જાન ગુમાવ્યા છે. હજુ ગયા રવિવારે જ આ વિસ્તારમાં મહાકાય શીલાઓ ધસી પડવાથી નવ પ્રવાસીઓ માર્યા ગયા હતા. ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને પુરને કારણે આ વર્ષે ભૂસ્ખલનની ઘટનાઓમાં ૧૧૬% નો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here