સાવરકુંડલા પાસે યમદુત ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8નાં કરૂણ મોત

સાવરકુંડલા પાસે યમદુત ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8નાં કરૂણ મોત
સાવરકુંડલા પાસે યમદુત ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8નાં કરૂણ મોત

એક જ પરીવારના 4 શ્રમિકોને ગંભીર ઇજા, સોમવારે મધરાતે ગોઝારી ઘટનાથી સર્વત્ર હાહાકાર: ધેરૂ દુ:ખ વ્યકત કરતા મુખ્યમંત્રી રૂપાણી: મૃતકોના પરીજનો માટે રૂ.4-4 લાખની સહાય: સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે ધસમસતા ટ્રકે નિદ્રાધીન પરીવારને કચડી નાખ્યો અરેરાટી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે સોમવારે મધરાતે જ ત્રણ વાગ્યાના સુમારે બેફામ ઝડપે યમદુત બનીને ધસી આવેલો ટ્રક એક ઝૂંપડામાં ધુસી જતા રસ્તા પર સુતેલા ગરીબ શ્રમિક પરીવારોના 8 વ્યકિતઓનું કરૂણ ઠબે મૃત્યુ નીપજયુ હતું આ ગંભીર અને ગોઝારી ઘટનામાં 4 શ્રમિકોને ગંભીર ઇજા થવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તોફાની ઝડપે ધસી આવેલા ટ્રકની હેઠળ કચડાઇને ત્યાં નિદ્રાધીન પરીવારના 8 લોકો તો કચડાઇને સ્થળ પર મૃત્યુ પામતા સાવરકુંડલા પાસેના સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.ગંભીર રીતે ઇજાગ્રસ્તોની સારવાર માટે સાવરકુંડલા ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ધટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉંડા શોક અને આધાતની લાગણી વ્યકત કરી હતી અને પરીવારજનોને શાંતવન્ના પાઠવી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરીજનો માટે રૂ.4-4 લાખની તાકિદની સહાય જાહેર કરી હતી.

આ બનાવને પગલે મધરાતે પોલીસ અને એમ્બયુલન્સના કાફલા સાથે આરોગ્ય ટુકડીઓ ઘટના સ્થળે ધસી ગઇ હતી. બાઢડાનું આકાશ મરણચીસો અને બચાવોના પોકારથી ગાજી ઉઠયું હતું અને ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. કાળ બનેલા ટ્રકના પૈડાઓએ 8 નીર્દોસ માનવ જીંદગીઓને પલકવારમાં મરહુમ બનાવી દેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી વળી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ ટ્રક મહુવા તરફ જઇ રહયો હતો. અચાનક કોઇ કારણે ટ્રક ડ્રાઇવરે કાબુ ગુમાવી દેતા રાક્ષસી ગતીથી ધસમસતો ટ્રક રોડ સાઇડના ઝૂંપડામાં ધુસી ગયો હતો અને નિદ્રાધીન લોકોને કચડી નાખીને 8 ફૂટ ઉંડા ખાડામાં જઇ પડયો હતો.

આ સ્થળે કેટલાક શ્રમિક પરીવારો નિદ્રાધીન હતા જેમાંના 8નું કરૂણ રીતે સ્થળ પર મૃત્યુ થયું હતું અને અન્ય 4ને ગંભીર ઇજાઓ થતા સાવરકુંડલા સિવિલ  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલકે કેવી રીતે બેલેન્સ ગુમાવી દીધુ અને કઇ તરફથી અટલી ઝડપે આવી રહયો હતો તેની પોલીસે ઉંડી તપાસ શરૂ કરી છે.

બાઢડાની આ કરૂણ ઘટના અંગે ઉંડા આધાતની લાગણી વ્યકત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરીજનોને અને ઇજાગ્રસ્તોને તાત્કાલીક તમામ મદદ પુરી પાડવા વહીવટી તંત્રને સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ મૃતકોના પરીવારજનો માટે રૂ.4-4 લાખની સહાય જાહેર કરી હતી. એટલુ જ નહીં આ કમનસીબ ઘટનાની તાત્કાલીક તપાસ કરી અહેવાલ મોકલવા અમરેલીના કલેકટરને આદેશ આપ્યો હતો.

Read About Weather here

મુખ્યમંત્રીએ મૃતકોના પરીજનોએ ઇશ્ર્વર દુ:ખ સહન કરવાની શકિત આપે અને સદગતના આત્માને ચિરશાંતી અર્પે એવી પ્રાર્થના પણ કરી હતી. આ ઘટનાથી સમગ્ર અમરેલી જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. દિવસભર કાળી અને સખ્ત મજુરી કરીને આરામથી પોઢી ગયેલા શ્રમિકોને કચડી નાખવાની આ ઘટનાને પગલે જિલ્લા ભરમાં શોકની લાગણી વ્યકત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here