વિશ્વની સૌથી તેજસ્વી વિદ્યાર્થી જાહેર થતી ભારતીય બાળા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમેરિકામાં લેવાયેલા ટોચના પરીક્ષણમાં મેદાન મારતી 11 વર્ષની નતાશા: જહોન હોકીંગસ સેન્ટર દ્વારા મુળ ભારતીય બાળાને સર્વોચ્ચ બહુમાન એનાયત

અમેરીકામાં જોહન હોકીંગસ સેન્ટરનાં ઉપક્રમે ટોચની અમેરીકી યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સૌથી અધરા અને ટોચના શૈક્ષણિક લાયકાત પરીક્ષણમાં અમેરીકામાં વસતી મુળ ભારતીય બાળાએ મેદાન માર્યુ છે. 11 વર્ષની વયની નતાશા પેરીને અમેરીકી યુનિવર્સિટીએ વિશ્ર્વની સૌથી તેજસ્વી વિદ્યાર્થી તરીકે જાહેર કરી છે.

વિશ્વમાં અઘરા ગણાતા શાળાકિય શિક્ષણ મુલ્યાંકન પરીક્ષણ અને અમેરીકન કોલેજ ટેસ્ટીંગમાં વિદ્યાર્થીની તેજસ્વીના અને કૌશલ્યની ચકાસણી કરવામાં આવે છે. યુનિવર્સિટીમાં એકમીશન માટે આ ટેસ્ટ ફરજીયાત હોય છે. એ પછી કોલેજો વિદ્યાર્થીને પ્રવેશ આપે છે.

અમેરીકી યુનિવર્સિટી દ્વારા લેવાયેલા આ બન્ને પરીક્ષણમાં ન્યુજર્સી શહેરની થેલમા પ્રાથમીક શાળાની વિદ્યાર્થીની નતાષાએ અસાધારણ બુધ્ધી, કૌશલ્યનું પ્રદર્શન કરી સહુને અચંમબામાં નાખી દીધા હતા.

ટેલેન્ટ સર્ચ વર્ષ 2020-21 84 દેશોના 19 હજાર વિદ્યાર્થીઓમાંથી નતાષા પેરી સૌથી શ્રેષ્ઠ અને સૌથી તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન પ્રાપ્ત કરી ગઇ હતી. નતાષા ધો.5માં અભ્યાસ કરે છે. 11 વર્ષની નતાષાને અંગ્રેજી નવલ કથાઓ વાંચવાનો શોખ છે. આવી ટેલેન્ટ ટેસ્ટમાંથી માત્ર 20 ટકા વિદ્યાર્થીઓ સફળતાથી બહાર નિકળતા હોય છે.