લે બોલો… યુવકે છૂટાછેડાની અરજી કરી પણ કોર્ટે ફગાવી દીધી

લે બોલો... યુવકે છૂટાછેડાની અરજી કરી પણ કોર્ટે ફગાવી દીધી
લે બોલો... યુવકે છૂટાછેડાની અરજી કરી પણ કોર્ટે ફગાવી દીધી

પત્ની અવારનવાર પોલીસ ફરિયાદ કરતી હોવાની યુવકની ફરિયાદ

ગાંધીનગર આવેલા એક અજીબ કેસ જેમાં કોર્ટે ચુકાદો ન આપવા જણાવતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી. પત્ની અવારનવાર પોલિશ ફરિયાદ કરતી હોવાથી પતિ એ છૂટાછેડા માગ્યા જેમાં ગાંધીનગરની કોર્ટે કેસ હાથમાં ન લીધો. પતિ ને આરોપ મૂક્યો હતો કે પત્ની ઘરમાં સારો વ્યવહાર કરતી નથી તેમજ તેના માં-બાપને સાચવતી નથી.

Subscribe Saurashtra Kranti here

ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં કોર્ટે ૩૦ વર્ષના એક યુવકની છૂટાછેડાની અરજી ફગાવતા કહૃાું કે, કોર્ટ કેસ ફાઈલ કરવાને ક્રૂરતા ના કહી શકાય. પત્ની પોતાના પતિ વિરુદ્ધ કોર્ટ કેસ દૃાખલ કરે છે માત્ર તે કારણોસર છૂટાછેડા આપી ના શકાય. આ કેસ ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક કપલનો છે, જેમના લગ્ન જૂન ૨૦૧૫માં થયા હતા. પતિએ ૨૦૧૭માં ગાંધીનગરમાં સીનિયર સિવિલ જજની અદાલતમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.


પતિએ પોતાની પત્ની વિરુદ્ધ અત્યાચારની ફરિયાદૃ સાથે આ અરજી દાખલ કરી હતી. જો કે પૂરતા પુરાવા રજુ ના કરી શકવાના કારણે કોર્ટે આ અરજી ફગાવી હતી. પતિએ આરોપ મુક્યો હતો કે પત્ની તેના વૃદ્ધ માતા-પિતા સાથે સારો વ્યવહાર નથી કરતી. આ સિવાય ૨૦૧૬માં જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગર્ભપાત કરાવવાનું દબાણ કરતી હતી.

૨૦૧૭માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પત્ની તરફથી દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરીને પતિએ ફરિયાદ કરી કે પત્ની સતત પરિવારને પરેશાન કરે છે અને આર્થિક નુકસાન પહોંચાડવા માટે કેસ દાખલ કરતી રહે છે.આ પહેલા તેની પત્નીએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.


Read About Weather here

પત્ની તરફથી પણ ગાંધીનગરની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી પતિને આદેશ આપવામાં આવ્યો હતો કે પત્નીને ગુજરાન માટે ભથ્થું આપવામાં આવે. ત્યારપછી પત્નીએ ગુજરાનની રકમ માટે અન્ય એક અરજી દાખલ કરી હતી. સુનાવણી પછી કોર્ટે કહૃાું કે કોર્ટના કેસને ક્રૂરતાની શ્રેણીમાં ના મુકી શકાય અને પતિ દ્વારા કરવામાં આવલી છૂટાછેડાની અરજીને ફગાવી દેવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here