ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારોના ભણકારા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારોના ભણકારા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારોના ભણકારા

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની વરણી પણ ટુંક સમયમાં જાહેર થવાની શકયતા

પ્રદેશ કોંગ્રેસના એક પછી એક જુથના નવી દિલ્હીમાં ધામા, મોઢવાડીયા જુથની રજૂઆતો બાદ આજે મવડીઓને મળશે ભરતસિંહ સોલંકી જુથ, લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ માટે તૈયારીઓનો ધમધમાટ, સમગ્ર ગાંધી પરીવાર સાથે ચૂંટણી વ્યૂહબાજ પ્રશાંત કિશોરની સુચક ચર્ચા

તાજેતરના દાયકામાં લોકસભાથી માંડીને વિધાનસભા સ્તરની ચૂંટણીઓમાં પછડાતો ખાઇ રહેલી કોંગ્રેસને બેઠી કરવા માટે ગાંધી પરીવાર દ્વારા દેશના સૌથી ભેજાબાજ ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરની મદદ લેવામાં આવી રહી છે અને કોંગ્રેસમાં અત્યારે બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

Subscribe Saurashtra Kranti here

દરેક રાજયની ચૂંટણી લક્ષી વ્યૂહરચના પર પ્રશાંત કિસોરે કોંગ્રેસના મોભી સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠકોનો એક સાગમટે દોર શરૂ કરતા કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે દરમ્યાન ગુજરાત કોંગ્રેસનો મામલો પણ પક્ષના મવડીઓએ ગંભીરતા પુર્વક હાથમાં લીધો છે. જાણકાર સુત્રોના દર્શાવ્યા મુજબ પ્રદેશ કોંગ્રેસના માળખામાં વ્યાપક ફેરફારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામ પર ગંભીર ચર્ચા વિચારણા શરૂ થઇ છે. ટુંક સમયમાં નવી રાજકીય ઘોષણા થાય તેવી ચાર્ચા અને અટકળોએ જોર પકડયું છે. પ્રદેશ કોંગ્રેસના તમામ જુથના આગેવાનોએ અત્યારે નવી દિલ્હીમાં ધામા નાખ્યા છે અને મવડીઓ સમક્ષ પોતપોતાની રીતે રજૂઆતો કરી રહયા છે.

સરવાળે કોંગ્રેસે લોકસભા અને ધારાસભાઓનો ચૂંટણી કિલ્લો સર કરવા માટે યુધ્ધના ધોરણે તૈયારીઓ માંડી દીધી છે અને વ્યૂહરચનાઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ગુજરાત સહિત અનેક રાજયોમાં પ્રદેશ કક્ષાની નેતાગીરીમાં ધરમુડથી મોટા પાયે પરીવર્તન લાવવામાં આવે તેવી જોરદાર અટકળો ચાલી રહી છે.

ગઇકાલે ગુજરાત કોંગ્રેસના મોઢવાડીયા જૂથના નેતાઓ દિલ્હીમાં મવડીઓને મળ્યા હતા અને રાજયની પરિસ્થિતિ અંગે મવડી મંડળ સમક્ષ અહેવાલ રજૂ કર્યો હતો અને ચોક્કસ પ્રકારના દાવા પણ રજૂ કર્યા હતા તેમ જાણવા મળે છે. આજે ભરતસિંહ સોલંકી જૂથના નેતાઓએ નવી દિલ્હીમાં ધામા નાખ્યા છે.

આજે કોંગ્રેસના મવડી મંડળના નેતાઓ ભરતસિંહ સોલંકી જુથની રજૂઆતો સાંભળશે અને બેઠક યોજાશે તેમ જાણવા મળે છે. કોંગ્રેસના પલડામાં પ્રશાંત કિસોર નામના ચૂંટણી ખેલંદાનું આગમન થયું હોવાથી દેશભરમાં ભારે ચર્ચા અને અનુમાનોની આંધી જાગી ઉઠી છે. કોંગ્રેસ સતત પરાજયની કાલીમામાંથી છુટકારો મેળવવા માટે ભરચક પ્રયત્નો કરી રહી છે. એ દિશામાં પ્રશાંત કિસોરના ભેજાબાજ વ્યૂહ પર કોંગ્રેસ આધાર રાખશે તેવું કોંગ્રેસ પક્ષના આંતરીક વર્તુળો કહી રહયા છે.

Read About Weather here

ગઇકાલે પ્રશાંત કિસોરે સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળીને સઘન ચર્ચા વિચારણા કરી હતી. કોંગ્રેસનો મુખ્ય લક્ષ્યાંક 2024ની લોકસભા ચૂંટણીઓમાં સફળતા મેળવવાનો છે અને પ્રશાંત કિસોર સાથેની ગુફતેગોમાં ચર્ચાનો મુખ્ય વિષય પણ લોકસભાની આગામી ચૂંટણીનો રહયો હોવાનો જ માનવામાં આવે છે.

કોંગ્રેસ સાંસદના નિવાસ સ્થાને પ્રશાંત કિસોરે રાહુલ અને પ્રિયંકા સાથે ઉંડી મસલતો કરી હતી દરમ્યાન સોનિયા પણ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા તેવું સુત્રો જણાવે છે. આ બેઠકમાં પંજાબ, યુપી કે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓનો મામલો નહીં બલકે કોઇ મોટા મુદ્ા પર મસલતો થઇ હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસને 2024ની લોકસભા ચૂંટણીઓ લડવા માટે સજ્જ અને સક્ષમ બનાવવાની પ્રક્રિયામાં પ્રશાંત કિસોર મોટી ભુમીકા ભજવશે તેવું અત્યારે માનવામાં આવશે.

સંખ્યાબંધ ચૂંટણીઓમાં પ્રશાંત કિસોરે પોતાની કાબેલ વ્યૂહ રચનાને કારણે ધાર્યા નિસાન પાર પાડવામાં સફળતા મેળવી છે. એટલે જ પ્રશાંત કિસોરની સેવાઓ કોંગ્રેસ લઇ રહી હોય એવું માનવામાં આવે છે. કેમ કે, બેઠકમાં ત્રણેય ગાંધીની હાજરી હોય એ ખુબ જ સુચક માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here