રાજ્યના 10 શહેર 10 જુલાઈથી કર્ફ્યું મુક્ત

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

8 મહાનગરમાં કર્ફ્યૂ યથાવત

કોરોના મહામારીનેને કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં રાજ્ય સરકારે આજે છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને વર્તમાન સ્થિતિની પૂન:સમીક્ષા કરી કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે. જ્યારે 10 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે.
આ 8 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ 10 જુલાઇ-2021ના રાત્રે 10 કલાકથી 20 જુલાઇ-2021ના સવારે 6 કલાક સુધી અમલમાં રહેશે.

ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીને કરાયા રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત.