થોડી સી જો પીલી હે… ભેંસો દારૂનાં નશામાં ઝૂમવા લાગી !

થોડી સી જો પીલી હે… ભેંસો દારૂનાં નશામાં ઝૂમવા લાગી !
થોડી સી જો પીલી હે… ભેંસો દારૂનાં નશામાં ઝૂમવા લાગી !

પોલીસે હવાડાની તપાસ કરી તો દારૂનો જથ્થો મળ્યો

તમે માણસોને દારૂના નશામાં ઝૂમતા જોયા જ હસે પણ તાજેતરમાં ગાંઘીનગરમાં એવો બનાવ સામે આવ્યો છે કે જેને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે ગાંધીનગરનાં ચિંલોંડા મુકામે બે ભેંસ અને એક પાડો પંચવટી વાસ ખાતેની ગમાણ ની જગ્યામાં ચરવા માટે ગઈ હતી. તે દરમિયાન ગમાણનાં હવાડામાંથી ભેંસોએ ધરાઈને પાણી પીધું હતું.

પરંતુ થોડી વાર પછી અચાનક જ ભેંસો લથડિયાં ખાવા લાગી હતી અને ભેંસોનાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું થોડી વાર પછી ભેંસોની તબિયત વધુ લથડવા લાગતા તેણે કુજાડનાં પશુ ચિકિત્સકનો સંપર્ક કર્યો હતો. સ્થળ પર આવેલા પશુ ડોક્ટરે ભેંસોને ચકાસી જરૂરી દવા લખી આપી હતી.

Subscribe Saurashtra Kranti here

પરંતુ ભેંસો એ જે હવાડા માંથી પાણી પીધું હતું તે પાણી દારૂ મિશ્રિત હોવાની પ્રબળ શંકાના પગલે ડોક્ટરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. જેનાં પગલે ક્રાઇમ બ્રાંચના જમાદાર દિલીપસિંહ દ્વારા ઉક્ત સ્થળ પર રેડ કરવામાં આવી હતી.

દારૂ પીધેલાની જેમ ભેંસો લથડિયાં ખાવા લાગતા ભેંસોની સારવાર કરનાર ડોક્ટરે ક્રાઇમ બ્રાંચને ફરિયાદ કરતા પોલીસે 35 હજારની કિંમત 101 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડી ફરાર બે ઈસમો ને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન ગમાણનાં હવાડા માં એક ઈસમ કાંઈ કરતો હોવાનું માલુમ પડતાં પોલીસ ટીમે તેને ઝડપી લઈ હવાડામાં તલાશી શરૂ કરી હતી. જેમાથી પોલીસને 35 હજારની 101 વિદેશી દારૂની બોટલ મળી આવતા દિનેશ ઠાકોર ની ધરપકડ કરી ફરાર અંબા રામ ઠાકોર તેમજ રવિ ઠાકોર ને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

આ બુટલેગરોએ દારૂનો જથ્થો હવાડા સહિત આસપાસમાં માં સંતાડી રાખ્યો હતો અને એજ હવાડામાંથી પાણી પીધા પછી ભેંસો લથડિયાં ખાવા લાગી હતી અને ભેંસો ની સારવાર માટે પશુ ડોક્ટર ને બોલાવતા સમગ્ર ભાંડો ફૂટી જવા પામ્યો હતો. આ અંગે પોલીસને બાતમી મળી હતી.

Read About Weather here

બાતમી પ્રમાણે, ચિલોડા પંચવટી વાસમાં રહેતો દીનેશ જવાનજી ઠાકોર તેના ઘરે ભેંસો બાંધવાના ઢાળીયામાં દારૂ – બિયરનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરે છે. જે બાદ પોલીસ ટીમે દરોડો પાડયો હતો. જ્યાં દીનેશ જવાનજી ઠાકોર પોલીસને મળી આવ્યો હતો. પોલીસે ગમાણમાં તપાસ કરતાં સુકા ઘાસની નીચે દારૂ અને બિયરની અલગ અલગ ૧૦૧ બોટલ મળી આવી હતી.

ભેંસોએ હવાડામાં પાણી પીધા પછી લથડિયાં ખાવાને પગલે ગમાણના માલિકે પાણીના હવાડામાં સંતાડેલી દારૂની બોટલનું પગેરું મળ્યું હતું. પોલીસે ગમાણની સઘન તપાસ કરતાં હવાડામાં અને ઘાસચારાની નીચે છૂપાવેલી દારૂની ૧૦૧ બોટલ જપ્ત કરી હતી. આ ગમાણના માલિક દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરૂદ્ધ નશાબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here