લોઠડા ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતાનું મોત ; 2 પુત્રને ઇજા

લોઠડા ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતાનું મોત ; 2 પુત્રને ઇજા
લોઠડા ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતાનું મોત ; 2 પુત્રને ઇજા

મૂળ આફ્રિકનનો પરિવાર રાજકોટમાં શોપિંગ કરી કોટડાસાંગણીમાં ઘરે પરત ફરતો’તો ; સામેથી કાળ બની હોન્ડા સીટી કાર ત્રાટકી

રાજકોટ- કોટડાસાંગાણી હાઇવે પર લોઠળા ગામ પાસે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મુસ્લિમ વૃદ્ધનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું.જ્યારે 2 ઇજાગ્રસ્ત પુત્રોને સારવારમાં ખસેડાયા હતા.આજીડેમ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

અકસ્માતના બનાવ અંગે મૂળ આફ્રિકાના અને હાલ કોટડાસાંગણીમાં રહેતા મોહસીન મદતઅલી જેઠાણી ( ઉ.વ 26) ની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર Gj- 03- Cr- 3302 ના ચાલક જય હસમુખ મકરાણા ( રહે. નાના વડાળા ગામ,કાલાવડ ) સામે ફરિયાદ નોંધાવી છે. હેડ કોન્સ્ટેબલ એમ.ડી પરમારે આઈપીસી 279, 337, 338, વાહન અધિનિયમન 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

મોહસીન જેઠાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા ભાઈ અલનવાઝ , મારા પિતાજી મદતઅલી એમ બધા અમે ક્રેટા કારમાં બેસી રાજકોટના શોપિંગ મોલમાં ખરીદી કરવા માટે ગયા હતા.જયાંથી પરત ઘરે ફરતી વેળાએ રાજકોટ – કોટડા સાંગાણિ હાઇવે પર સામેથી આવતા હોન્ડા સીટી ચાલકે પુરપાટ ઝડપે આવી અકસ્માત સર્જ્યો હતો. મને પગે મૂંઢ ઇજા થતાં, માર ભાઈને અલનવાઝને માથામાં, પિતાજી મદતઅલીને માથામાં અને પટેલમાં જીવલેણ ઇજાઓ થતા સ્થાનિક લોકોએ સારવારમાં ખસેડયા હતા. જ્યાં મારા પિતા મદતઅલી કરમઅલી જેઠાણી ( ઉ.વ 58) નું મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here