હોસ્પિટલ ચોકમાં બની રહેલી થ્રી આર્મ ફ્લાય ઓવરની કામગીરી વેગવંતી બની

હોસ્પિટલ ચોકમાં બની રહેલી થ્રી આર્મ ફ્લાય ઓવરની કામગીરી વેગવંતી બની
હોસ્પિટલ ચોકમાં બની રહેલી થ્રી આર્મ ફ્લાય ઓવરની કામગીરી વેગવંતી બની

સિવિલ હોસ્પિટલ ચોકથી કેસર-એ-હિંદ બ્રિજ સુધીનો રસ્તો બંધ: ટ્રાફીક જામ
આજથી પોલીસ કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામાની અમલવારી : તમામ વાહનોની અવરજવર બંધ
ટ્રાફિક જામથી લોકો હેરાન-પરેશાન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામી રહેલા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી વધુ આગળ વધી રહી હોવાથી સિવિલ હોસ્પિટલ ચોકથી કેસર-એ-હિંદ બ્રિજ સુધીનાં રસ્તા પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ જેનો આજથી અમલ કરવામાં આવ્યો છે. અમલ થતાની સાથે રસ્તો બંધ થઇ જતા ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

Subscribe Saurashtra Kranti here

અને વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. અને ટ્રાફીક વોર્ડન દ્વારા ટ્રાફીકને કલિયર કરાવાયો હતો. રસ્તા ડાયવર્ટ કરવાને લીધે મોટો ટ્રાફીક સર્જાયો હતો. નવા જાહેરનામાં મુજબ હવે ખટારા સ્ટેન્ડ ચોકથી મોસલી લાઈન સુધી બ્રિજનાં પીઅરનું તથા વોલનાં કામ માટે ખોદાણ કામ ચાલુ કરવાનું હોવાથી સિવિલ હોસ્પિટલ ચોકથી લઈને કેસર-એ-હિંદ સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે.

જાહેરનામાં અન્વયે અગાઉ ફકત સિવિલ હોસ્પિટલ ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક સુધી રસ્તો વાહનોની અવર – જવર બંધ કરવામાં આવેલ. પરંતુ હવે ખટારા સ્ટેન્ડ ચોકથી મોસલી લાઇન સુધી બ્રિજના પીઅરનું તથા વોલનાં કામે ખોદાણ કામ ચાલુ કરવાનું હોય, સિવિલ હોસ્પિટલ ચોકથી કેસર-એ-હિન્દ બ્રિજ સુધી રસ્તો વાહનોની અવર – જવર બંધ કરાયો છે.

Read About Weather here

આ માટે કેસર – એ – હિંદ બ્રિજ તથા પારેવડી ચોક તરફથી સિવિલ હોસ્પિટલ તરફ આવતા વાહનો (ફક્ત ટુ વ્હીલર,થ્રી વ્હીલર)ને અમદાવાદ રોડ પર બેડીનાકા, લોહાણાપરા મેઇન રોડ થઇ મોચીબજાર ચોક થઇ સિવિલ હોસ્પિટલ ચોક થઇને ચૌધરી હાઇસ્કુલ તરફના રોડ તરફ જઇ શકશે તથા મોચીબજાર ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક થઇ રેલ્વે સ્ટેશન મેઇન રોડ થઇને જામટાવર ચોક થઇ કલેકટર કચેરી થઇને જયુબીલી બાગ તરફ અવર – જવર કરી શકાશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here