સંસદનું 19 જુલાઇથી શરૂ થતું ચોમાસુ સત્ર હંગામેદાર બનશે

સંસદનું 19 જુલાઇથી શરૂ થતું ચોમાસુ સત્ર હંગામેદાર બનશે
સંસદનું 19 જુલાઇથી શરૂ થતું ચોમાસુ સત્ર હંગામેદાર બનશે

કેટલાક મહત્વના ખરડા મુકાવવાની શકયતા, વિપક્ષોની લડાયક નીતિ : 13મી ઓગષ્ટે પુરૂ થશે, સંસદીય સમિતિની ઘોષણા

કોરોના મહામારીના બીજા રાઉન્ડ પછી આગામી તા.19 જુલાઇથી શરૂ થનારૂ સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની સંભાવના છે. વિરોધ પક્ષોએ કોરોના મહામારીના મેનેજમેન્ટ સહિતના અનેક મુદ્ાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે તો બીજી તરફ મોદી સરકાર પણ સંસદમાં વિપક્ષના હુમલાનો અસરકારક સામનો કરવાનું એકશન પ્લાન્ટ તૈયાર કરી રહી છે.

Subscribe Saurashtra Kranti here

19 જુલાઇથી શરૂ થનારૂ સંસદનું સત્ર આઝાદી દીનના બે દિવસ પહેલા એટલે કે 13મી ઓગષ્ટે પરીપુર્ણ થઇ જશે એવું સંસદીય બાબતોની કેબીનેટ સમિતિએ જાહેર કર્યુ હતું.

સંસદના સત્રમાં 20થી 22 જેટલી બેઠકો યોજાવવાની શકયા છે. કોરોના રસીકરણ બંગાળની હિંસા, ખેડૂતોનું આંદોલન, આવશ્યક ચીજ-વસ્તુઓનો ભાવ વધારો જેવા સંખ્યા બંધ મુદા પર વિરોધ પક્ષો સરકારને -ઘેરવાની રણનીતિ તૈયાર કરી રહયા છે. જેના કારણે સંસદની આ બેઠક ધમાલ ભરી બની રહેવાની પુરી શકયતા છે.

Read About Weather here

સરકાર પણ આંકડાઓ સાથે તૈયાર બેઠી છે અને વિપક્ષના આક્રમણને ખારવાનો રોડ મેપ તૈયાર કરવામાં આવી રહયો છે. સંસદના સત્ર અગાઉ એક દિવસ અગાઉ સ્પીકર સર્વપક્ષીય બેઠક બોલાવશે અને સંસદની કામગીરી શાંતીથી ચાલવા દેવામાં આવે એ સુનિશ્ર્ચિત કરશે. જો કે ખેડૂત આંદોલન તથા બંગાળમાં થયેલી હિંસા અને કોરોના રસીકરણમાં ગડબડી તથા સ્ટોક ખલાસની પરિસ્થિતિ પર વિરોધ પક્ષો ગૃહને ગજાવી દેવા માટે તૈયાર બેઠા છે જેના કારણે સત્ર હંગામાંથી સભર બની રહેવાની શકયતા છે.

વર્તમાન આગામી સંસદીય સત્રમાં કેટલાક મહત્વના ખરડાઓ પણ મુકવામાં આવે તેવી સંભાવના છે આમાંથી કેટલાક ખરડાઓની ચર્ચા પણ ધમાલ ભરી બની રહેવાનો સંભવ છે. મોદી સરકાર માટે ચોમાસુ સત્ર આ રીતે કડક અગ્ની પરીક્ષા સમાન બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here