કોરોનાથી અનાથ બાળકોના નાથ બનશે રૂપાણી

કોરોનાથી અનાથ બાળકોના નાથ બનશે રૂપાણી
કોરોનાથી અનાથ બાળકોના નાથ બનશે રૂપાણી

સોમવારથી બાળ સહાય યોજનાનું લોન્ચિંગ

ગુજરાતમાં કોરોના મહામારીમાં અનાથ બનેલા બાળકો માટે આજીવન સહાયની ખુબ જ સંવેદન શીલ યોજના ગુજરાત સરકારે ઘડી કાંઢી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે અનાથ બાળ સહાય યોજનાનો વિધી વત પ્રારંભ કરાવશે.

Subscribe Saurashtra Kranti here

કોરોનાની મહામારીને કારણે રાજયનો 794 બાળકો માં અને બાપ બન્ને ગુમાવીને બિલકુલ અનાથ બની ગયા છે. જયારે 3106 જેટલા બાળકોએ માતા કે પિતા બેમાંથી એકની છત્રછાયા ગુમાવી છે. આવા બાળકોને માસીક રૂ.4 થી 6 હજારની સહાય રાજય સરકાર તરફથી આપવામાં આવશે.

નાના બાળકો માટે માસીક રૂ.4 હજારની સહાય અપાશે. એ જ રીતે સ્કીલ ડેવલોપમેન્ટ માટે પ્રતિ માસ રૂ.6 હજારની સહાય આપવામાં આવશે. આ યોજના પાછળ રાજય સરકાર રૂ.30.40 લાખનો ખર્ચ કરનાર છે. રાજય સરકારે આ રીતે અનાથના નાથ બનવાનું બીડુ ઝડપી લઇને પોતાની સંવેદનશીલતાનો પુરાવો આપ્યો છે અને અનાથ બાળકોનો હાથ ઝાલ્યો છે.

Read About Weather here

ભરણ પોષણથી માંડીને અભ્યાસ સુધીની એમની જરૂરીયાતો સંતોષવા માટે રાજય સરકારની આ અનોખી અને આગવી યોજના સોમવારથી મુખ્યમંત્રી રૂપાણી લોન્ચ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here