મોંઘવારીનું મહાભારત, રસીની રામાયણ : લોકો ત્રાહિમામ

મોંઘવારીનું મહાભારત, રસીની રામાયણ : લોકો ત્રાહિમામ
મોંઘવારીનું મહાભારત, રસીની રામાયણ : લોકો ત્રાહિમામ

ગુજરાતભરમાં વિપદાનો વિસામો

રાજયમાં ફરી એક વખત વેક્સિનેશનની કામગીરીમાં ગડબડ, શનિવારે 2.50 લાખથી પણ ઓછાનું રસીકરણ

અમુલ કંપની સહિત ડેરીઓ દ્વારા દુધના ભાવ વધારાથી હવે પરેશાની, ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો થવાને પગલે સીંગતેલના ભાવમાં ઉછાળો

વેક્સિનેશન સેન્ટરો પર લાંબી લાંબી કતારો જામી પણ વેક્સિન કયાં?, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા વગેરે શહેરોમાં રસીના ડોઝ ખલાસ

ગુજરાતભરમાં કોરોનાનો બીજો હલ્લો હવે સમાપ થવાની તૈયારીમાં છે અને ત્રીજા વેવનો સામનો કરવા માટે રાજય સરકાર, જિલ્લા વહીવટી પ્રસાંશનો અને લોકો સજ્જ થઇ રહયા છે ત્યારે કપરા સમયમાં ગુજરાતમાં અનેક વિપદાએ વિસામો કર્યો છે અને જનજીવન વધુ દુષ્કર બની રહયું છે. એક તરફ મોંઘવારીનું મહાભારત જામ્યું છે તો બીજી તરફ રસીની રામાયણ રાજયભરમાં અનેક સમસ્યાઓની સર્જન કરી રહી છે.

Subscribe Saurashtra Kranti here

જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓના સતત વધતા જતા ભાવ ગૃહિણીઓને પરેશાન કરી રહયા છે અને ભારે દેકારો બોલી ગયો છે. ઇંધણના ભાવમાં રોજ સુરજ ઉગે અને નવો વધારો લાગુ કરી દેવામાં આવે છે. એ જ પ્રકારે વેક્સિનેશનની પ્રક્રિયાને પણ ડોઝના અપુરતા સ્ટોકને પરીણામે બ્રેક લાગી ગઇ છે. તેના કારણે રાજયના વેક્સિનેશન કેન્દ્રો પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે પણ રસીના ડોઝ લીધા વિના અનેક લોકોને પાછા ફરવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિ રાજય સરકારનું કામ વધુ સંકટ ભર્યુ બનાવી રહી છે.

તાજેતરમાં અમુલ ડેરીએ દુધમાં પ્રતિ લીટર રૂ.2નો વધારો જાહેર કરી દીધો તેના પગલે રાજયની અન્ય મુખ્ય ડેરીઓ દ્વારા પણ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં એક સાથે રૂ.25નો વધારો ઝીંકી દેવામાં આવ્યો એટલુ ઓછું હોય તેમ આજે દરેક ઘર પરીવારની જરૂરીયાત સમાન સીંગતેલના ભાવમાં રૂ.15નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. આથી સીંગતેલના ડબાનો ભાવ રૂ.2370થી વધીને રૂ.2400 જેવો થઇ જવા પામ્યો છે અને ગૃહિણીઓમાં દેકારો બોલી જવા પામ્યો છે. ભાવ વધારો એટલો બધો બેકાબુ બન્યો છે કે, લોકો રીતસર તોબા પોકારી ગયા છે. મોંઘવારીએ મહામારી જેવું રૂપ લઇ લીધુ છે.

જીએસટી અને આવક વેરામાંથી તેમજ ઇંઘણના ભાવોમાંથી કેન્દ્ર સરકારને લાખો-કરોડોની આવક થઇ રહી છે અને કેન્દ્ર સરકારની તીજોરી છલોછલ થઇ રહી છે છતાં આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ ઘટાડવાની દીશામાં કોઇ પગલા લેવામાં આવી રહયા નથી. તેના કારણે લાખો પરીવારોના કિચનના બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયા છે. સરકાર બેફામ આવક કરી રહી હોવા છતાં ભાવ વધારા પર નિયંત્રણના કોઇ નક્કર પગલા લઇ રહી નથી જેથી કરીને કોરોના મહાકાળમાં લોકોને થોડી રાહત થઇ શકે.

Read About Weather here

ગુજરાતમાં કુદકેને ભુસકે વધતી મોંધવારીની સાથે સાથે રસીકરણમાં ગડબડી પણ ગંભીર સ્થિતિનું નિર્માણ કરી રહી છે. આજે પણ રસીકરણની રામાયણ યથાવત રહી હતી. અમદાવાદ-રાજકોટ જેવા મહાનગરોમાં પણ રસીના પુરતા ડોઝ ઉપલબ્ધ ન હોય તો તાલુકા અને ગામડાઓના આરોગ્ય કેન્દ્રોની શું હાલત હશે તેની કલ્પના પણ ધ્રુજારી ચડાવી દે છે. અમદાવાદમાં આજે પણ વેક્સિનેશન કેન્દ્રો પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી હતી. પરંતુ મોટાભાગના લોકોને વેક્સિન લીધા વગર પાછું ફરવું પડયું હતુંં. વેક્સિનના પુરતા ડોઝ કયાંય પણ ઉપલબ્ધ નથી એવું શું કામ બની રહયું છે તેની રાજય સરકાર કે આરોગ્ય વિભાગ દ્વારા કોઇ જ સ્પષ્ટા કરવામાં આવતી નથી. માત્ર લુખ્ખા આશ્ર્વાશન આપવામાં આવી રહયા છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વેક્સિનેશનની ગતિ એકદમ ધીમી પડી ગઇ છે. સૌથી વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જ રસીકરણની કામગીરીને બ્રેક લાગી ગઇ છે. પરીણામે છેલ્લા 24 કલાક દરમ્યાન 2.50 લાખથી ઓછા લોકોનું રસીકરણ કરી શકાયું છે જે ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here