માસ્કનો દંડ 1 હજાર જ રહેશે : હાઇકોર્ટ

માસ્કનો દંડ 1 હજાર જ રહેશે : હાઇકોર્ટ
માસ્કનો દંડ 1 હજાર જ રહેશે : હાઇકોર્ટ

રાજકોટમાં માસ્ક ન પહેરવા બદલ 3.45 લાખ કેસ કરીને 25.12 કરોડનો દંડ વસુલાયો

37.42 લાખ ગુજરાતીઓએ 252 કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો: અમદાવાદમાં માસ્ક નિયમના ઉલ્લંઘનના સૌથી વધુ કેસ નોંધાયા: કફર્યૂમાં બહાર ફરતાં લોકો પાસેથી 101 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોરમાઇકોસિસ અંગે રાજ્ય સરકારે ગઈકાલે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું હતું. લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવા કહ્યું છે, જેથી કોરોનાનું સંક્રમણ ફરી ન વધે. ઉપરાંત રાજ્યમાં માસ્કનો દંડ ઘટાડવા અંગે હાઇકોર્ટે ઇનકાર કર્યો છે.

એક જાહેર હિતની અરજીના સંદર્ભમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, 37.42 લાખ ગુજરાતીઓએ 24 જૂન, 2020થી 28 જૂન, 2021ના વચ્ચે માસ્કના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 252 કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો હતો. એફિડેવિટ પ્રમાણે, અમદાવાદમાં માસ્ક નિયમના ઉલ્લંઘનના સૌથી વધુ 6.63 લાખ કેસ નોંધાયા હતા, જેના માટે શહેર પોલીસને 53.21 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવામાં આવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સેક્રેટરી અતુલ પટેલે ગુરુવારે સુઓ મોટો પીઆઈએલ સંદર્ભમાં દાખલ કરેલા એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, એક વર્ષમાં ડાંગમાં સૌથી ઓછા 6,350 કેસ નોંધાયા હતા અને તેના માટે પોલીસ દ્વારા 49 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

રાજકોટ દંડ ચૂકવવાના મામલે અમદાવાદ બાદ બીજા નંબરે હતું. જયાં માસ્ક ઉલ્લંઘનના 3.45 લાખ કેસ નોંધાયા હતા અને 24 જૂન, 2020થી 28 જૂન, 2021ના દરમિયાન 25.12 કરોડનો દંડ ભર્યો હતો. એફિડેવિટમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે, પોલીસે માસ્ક વગર ઝડપાયેલા લોકોને માસ્ક પણ આપ્યા હતા.

Read About Weather here

તેમાં જણાવવામાં આવ્યું હતું તે, 25 માર્ચ, 2020થી 28 જૂન, 2021 દરમિયાન 57.45 લાખ માસ્કની વહેંચણી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, માસ્ક દંડ ઉપરાંત એક વર્ષમાં કર્ફ્યૂના સમયગાળા દરમિયાન બહાર રખડતા લોકો પાસેથી આશરે 101 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હતો. આમ ગુનેગારોએ એક વર્ષમાં માસ્ક ન પહેરવા અને કર્ફ્યૂના કલાક દરમિયાન પોતાના વાહનો પર બહાર ફરવા બદલ નિયમિત 1 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો.

ગુજરાત પોલીસે લગ્ન અને સામાજિક પ્રસંગમાં ભીડ સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરવા બદલ 5.13 લાખ કેસ નોંધ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here