રાજકોટમાં વેક્સિન લેેવા લોકોની પડાપડી: પોલીસ બોલાવવી પડી

રાજકોટમાં વેક્સિન લેેવા લોકોની પડાપડી: પોલીસ બોલાવવી પડી
રાજકોટમાં વેક્સિન લેેવા લોકોની પડાપડી: પોલીસ બોલાવવી પડી

અનેક લાભાર્થીઓ બીજા ડોઝની રાહમાં
100 ટકા વેક્સિનેશનના ટાર્ગેટ સુધી પહોંચવા પડકાર: આજે 30 સાઈટ સેશન પર વેક્સિનેશન
વેપારીઓ પર કોઇ કાર્યવાહી નહિ, સ્ટોક મુજબ બીજો ડોઝ અપાશે


રાજકોટ છેલ્લા 5 દિવસથી વેક્સિનેશન કેન્દ્રો બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા છતાં વેક્સિન ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે સતત ધક્કા ખાય અકળાયેલા લોકોમાં હવે ધીરજ ખૂટી છે. આજે રાજકોટ શહેરમાં 32 સેશન સાઈટ પર વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી 2 સેન્ટર પર કો-વેક્સિન અને 30 સેન્ટર પર કોવિશિલ્ડ આપવા નિર્ણય કરાયો છે.

Subscribe Saurashtra Kranti here

વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેતા લોકોને વેક્સિનેશન માટે વારંવાર ધક્કા ખાવા પડતા હોવાથી લોકો અકળાય રહ્યા છે. આજે શહેરના આકાશવાણી ચોક નજીક શિવશક્તિ સ્કૂલ રસીકરણ કેન્દ્ર પર વેક્સિન લેવા માટે આવેલા અને રસીકરણ કેન્દ્ર ના સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ વેક્સિનેશન કરી રસીકરણ મહાઅભિયાન શરૂ કરવાના બણગા ફુક્યા હતા.

જોકે તેની સામે વેક્સિનેશનના આ મહાઅભિયાનનો મહા ફિયાસ્કો થયો છે. લોકો વેક્સિન લેવા સામે ચાલીને આવી તો રહ્યા છે પરંતુ વેક્સિનના અપુરતા જથ્થાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે અને કેન્દ્ર પર રોજ ખાલી ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે રાજકોટ 32 સેશન સાઇટ પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે સતત 3 દિવસ બાદ કોવિશિલ્ડનો 6000 ડોઝનો જથ્થો રાજકોટને મળતા 30 સેન્ટર પર કોવિશિલ્ડ આપવા નિર્ણય કરાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, આજે રાજકોટ શહેરમાં 32 સેશન સાઇટ પર રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કોવિશિલ્ડના 6000 ડોઝ આવતા તેના માટે 30 અને કોવેક્સિનના 2 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપાને 3 દિવસ બાદ કોવિશિલ્ડના માત્ર 6000 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ રાજકોટમાં કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા સમય થયો હોય તેવા લોકોની સંખ્યા 1 લાખ કરતા વધુ છે. રાજકોટ શહેરમાં 100% વેક્સિનેશન સાથે ગુજરાતમાં પ્રથમ નંબર પર પહોંચવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ અપેક્ષા સાથે સપનાઓ જોઇ તો રહ્યા છે. પરંતુ વેક્સિન વગર પ્રથમ કેવી રીતે પહોંચી શકાય તે પ્રશ્ન તેમના મનમાં કેમ નથી ઉદભવી રહ્યો તે પણ એક સવાલ છે.

આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ શરૂ થાય તે પહેલા જ કતારો લાગી ગઈ હતી. આ દરમિયાન સવારે 9 વાગ્યે નાનામવા આરોગ્ય કેન્દ્ર અને શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં લોકોની કતારો લાંબી થઇ હતી અને ટોકન સિસ્ટમમાં હોબાળો થતા લોકો રોષે ભરાયા હતા. કતારમાં ઊભેલા લોકોના રોષને જોઈને પોલીસ બોલાવવી પડી હતી.રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, વેપારીઓ માટે રસીનું જાહેરનામું કલેક્ટરે બહાર પાડેલું છે.

Read About Weather here

જોકે હાલ જે સ્થિતિ છે તેમાં રસીના સ્ટોકના અભાવે લોકો રસી લઈ રહ્યા નથી તેથી હાલ પૂરતા વેપારીઓ પર રસી લીધી ન હોય તો કોઇ કાર્યવાહી કરાશે નહીં. જો તંત્રને જરૂરી લાગશે તો જે તે વેપારીઓ અથવા તો વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here