ડી.કે.એન્ટરપ્રાઈઝ (અમૂલ પાર્લર) ની એજન્સીને સસ્પેન્ડ કરી, પુરવઠો સ્થગિત કરાયો

ડી.કે.એન્ટરપ્રાઈઝ (અમૂલ પાર્લર) ની એજન્સીને સસ્પેન્ડ કરી, પુરવઠો સ્થગિત કરાયો
ડી.કે.એન્ટરપ્રાઈઝ (અમૂલ પાર્લર) ની એજન્સીને સસ્પેન્ડ કરી, પુરવઠો સ્થગિત કરાયો

ફૂડ શાખા દ્વારા જ ખાદ્યચીજોનાં નમુના લેવાયા, ફીનીક્ષ આઈસ્ક્રીમ, નટચોકો લાઇવ આઈસ્ક્રીમનો નમુનો સબસ્ટાન્ડડ જાહેર, દૂધ વિતરણ કરતા વેપારીઓનું વેક્સિનેશન બાબતે ટોકિંગ

Subscribe Saurashtra Kranti here

એજન્સી રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરની જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ આવી હતી.

જેમાં જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં  (૧) Ram Gold Toor Dal (from 25 kg pkd), સ્થળ: નેક્સસ ટ્રેડીંગ કં, ૫/૧ લાતી પ્લોટ, કુવાડવા રોડ (૨) 11 Double One Moong Mogar (from 30 kg pkd bag), સ્થળ:- નેક્સસ ટ્રેડીંગ કં, ૫/૧ લાતી પ્લોટ, કુવાડવા રોડ (૩) રાધેઆઇસ્ક્રીમ (from 5 ltr pkd), સ્થળ:- મોવિયા માવા કેન્ડી એન્ડ આઇસ્ક્રીમ, પેડક રોડ (૪) મગ છડી દાળ, સ્થળ:- ખોડીયાર પ્રોવિઝન સ્ટોર, મારૂતિ નગર નો સમાવેશ થાય છે.

જયારે મોરબી રોડ પર ફીનીક્ષ એજન્સી થાબડી, સહજાનંદ ફૂડઝની ચોકોલાઇવ આઈસ્ક્રીમનો નમુનો સબસ્ટાડ જાહેર થઇ હતી.

આ ઉપરાંત શહેરના ફરિયાદી ભુપતભાઇ ભોજાણી દ્વારા રાજકોટ સ્થિત પંચનાથ મંદિર, ડૉ.આર.પી.રોડ સ્થળે આવેલ ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લર (ધવલ શશીકાંતભાઇ કારીયા) અંગે ગાંધીનગર FDCA  ને ઓનલાઇન ફરિયાદ કરેલ હતી. ફરિયાદીની ફરિયાદની વિગત અન્વયે ફરિયાદીએ અમુલ પાર્લર પાસેથી ચોકોબાર ખરીદતા તેમણે અમુલ પાર્લર હોવા છતાં અન્ય લોકલ ડીલાઇટ બ્રાન્ડની ચોકોબાર આપેલ. જેની તેમણે ગાંધીનગર ફરિયાદ કરતા આ ફરિયાદ રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગને તપાસ માટે જાણ કરેલ. ફુડ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરતા ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લર (ધવલ શશીકાંતભાઇ કારીયા) અન્ય બ્રાન્ડની પણ ખાદ્યસામગ્રી વેંચાણમાં આવતી હતી. સ્થળ પર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા અન્ય લોકલ ડીલાઇટ બ્રાન્ડની ચોકોબારનો નમુનો લીધેલ તથા હાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ આપેલ. અમુલ કંપનીના MOU તથા નિયમો અન્વયે અમુલ પાર્લરમાં કંપની દ્વારા નિયત કરેલ ખાદ્યસામગ્રી વેચવાની મંજુરી મળતી હોય છે.

Read About Weather here

ઉપરોક્ત કામગીરીનો અહેવાલ ગાંધીનગર FDCA  અને ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશન ઓથોરીટીને મોકલેલ. ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશન ઓથોરીટીએ તાત્કાલિક અસરથી ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લરની એજન્સી સસ્પેન્ડ કરેલ છે અને અમુલ પાર્લરમાં કંપનીમાંથી પુરવઠો ઇસ્યુ કરવાનું સ્થગિત કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here