શું આ દ્રશ્યો સી.સી.ટી.વી.માં નજરે નહિ ચડતા હોય?: વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની કચેરીમાં જ્યાં જુઓ ત્યાં પાનની પિચકારી
સ્વચ્છતા એજ પ્રભુતાનાં સુત્રને ઘણા વર્ષોથી સરકાર દ્વારા લોકોને આપવામાં આવ્યું છે અને પાલન કરવામાં આવી રહ્યું છે.
Subscribe Saurashtra Kranti here
કચરો કચરાપેટીમાં નાખવો તેમજ આપણી આજુબાજુમાં સ્વચ્છતા રાખવી જોઈએ પણ આ વાતો ખાલી જ કહેવા પુરતી જ હોય તેવું સાબિત થઇ રહ્યું છે.
આજે બહુમાળીભવન ખાતે જોતા અનેક વિભાગોમાં ત્યાંના કામ કરતા કર્મચારીઓએ માવા-મસાલા ખાઈને જ્યાં જુઓ ત્યાં પિચકારીઓ મારેલી નજરે ચડે છે.
શું આને કહેવાવાળું કોઈ હશે જ નહિ ? શું સીનીયર અધિકારીઓને આ દ્રશ્યો નજરે ચડતા જ નહિ હોય ? શું બહુમાળીભવનની એ જગ્યાઓ થુક્દાની છે? તો ગમે ત્યાં થૂકો તો ચાલે ? બારી બહાર, લોબીમાં, તિજોરી ઉપર તેમજ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની કચેરીમાં પણ જ્યાં જુઓ ત્યાં ફાકી-માવાની પિચકારીઓ જોવા મળે છે.
Read About Weather here
આ લોકોને કોઈ નિયમ લાગુ પડતા નથી કે શું? તેવો પણ પ્રશ્ર્ન લોકોમાં થઇ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here