માણસનું સર્જન શેના માટે થયું છે !?

માણસનું સર્જન
માણસનું સર્જન

એક માણસની આંગળીની છાપ બીજા માણસને મળતી આવતી નથી,

આપણે સૌ સૃષ્ટિને જીવન વિશે બહું થોડું જાણીએ છે, આમ છતાં તેનો અભ્યાસ થયો છે એના આધારે કુદરતને પ્રકૃતિની અમુક ખાસિયતો, ગુણોને નિયમોને આપણે જાણી શક્યા છે. કુદરતે સર્જેલી દરેક નાની મોટી વસ્તુઓ એકબીજાથી ભિન્ન છે, અનોખી છે, આ રીતે જોતા આપણે પણ એકબીજાથી અલગ દેખાઈએ છે, એક માણસની આંગળીની છાપ બીજા માણસને મળતી આવતી નથી. એવી જ રીતે શરીરને કોઈપણ ભાગ બીજી વ્યક્તિથી બધી રીતે મળતો નથી.

આપણે સૌ અવારનવાર નોર્મલ રહેવાની વાત કરીએ છે. એ પણ એક છેતરામણું છે. કારણ કે, નોર્મલ ટેમ્પરેચર જેવું ખરેખર કશું જ હોતું નથી. સામાન્ય રીતે નોર્મલ ગણાતી જુદી-જુદી વ્યક્તિઓની વિવિધ ગ્રંથીઓમાં પણ ભિન્નતા જોવા મળે છે. એની અસર માણસની વર્તણુક અને સ્વભાવ પર પડે છે. એટલે જ દરેક વ્યક્તિ જુદા-જુદા સંજોગોમાં જુદી-જુદી રીતે વર્તે છે ને બીજા ઉપર હસે છે ને ગુસ્સે થાય છે.

Subscribe Saurashtra Kranti here

આપણા જ્ઞાનતંતુઓની રચના પણ વ્યક્તિઓમાં અલગ-અલગ હોય છે. એટલે આપણી લાગણીશીલતા પણ ભિન્ન-ભિન્ન હોય છે. એક માણસને થોડું વાગે છે તો તે ચીસ પાડે છે. જયારે બીજા માણસને એટલું જ વાગ્યું હોવા છતાં તેના ચહેરાની રેખાઓ પણ બદલાતી નથી. આવું થાય ત્યારે આપણે એકને ઢીલું-પોંચું ને બીજાને મજબૂત ગણીએ છે પણ બંનેમાં રહેલા શારીરિક તફાવતની આપણને ખબર નથી હોતી.

એટલે જ એવરેજ કે નોર્મલ વ્યક્તિ શોધવી નોર્મલ છે. અમૂક રીતે આપણે બધા સરખા હોવા છતાં દરેકને પોતપોતાની ભિન્નતા હોય છે. બીજી વ્યક્તિમાં આપણા જયારે વિચિત્રતા દેખાય છે. ત્યારે તે એની વિશિષ્ટતા છે. એમ માનીને સ્વીકારી લેવાના પ્રયત્નો કરવા જોઈએ અને આપણા પોતામાં પણ એવું દેખાય તે એ કુદરતી છે. એમ માની સંકોચને શરમની ભાવના કાઢી નાખવી જોઈએ.

ધારોકે એક સાંજે તમે કોઈનાં ઘરે ગયા ને તે તમને ચા કે કોફી પીવાનો આગ્રહ કરે તો તમે કહો છો કે મને સાંજે ચા-કોફી લઉં તો ઊંઘ આવતી નથી, ત્યારે બાજુમાંથી કોઈ હસીને કહે છે કે અત્યારે તો દિવસ આથમ્યો છે. કોફી પીએ તો રાત્રે ઊંઘ નાં આવે અરે, હું તો ચા પી ને તરત જ ઊંઘી જાઉં છું, આમ આ બધું માનસિક છે? આ ઊંઘ નહીં આવવાની વાત માનસિક નથી. એમાં શરીરનું બંધારણ કારણભૂત છે.

Read About Weather here

આ પૃથ્વી પરનો દરેક વ્યક્તિ એક ને અનોખો છે. કુદરતે જે હેતુ માટે તમારું સર્જન કર્યું છે એ હેતુથી પૂર્તિ જ તમે કરી શકો છો. એટલે તે તમે જેવા છો તેવા જ રહીને કરો. જીવનના આ પ્રવાસમાં આપણે ઘણું શીખવાનું છે. દરેક પળ ને પ્રસંગમાં ખીખવાનું છે પણ આ શીખતી વખત આપણાપણું ગુમાવવાનું નથી, આપણે બીજા જેવા નહીં આપણા જેવા બનવાનું છે. એટલે મિત્રો તમે તમારો સ્વભાવ અમુક અંશે બદલી શકો, ગમા-અણગમા બદલી શકો પરંતુ તમારા અંદરનું બધું તમે બદલી શકતા નથી. તમે બીજા જેવા કઠણ, બહાદુરને ચાલાક  નથી, એટલે કુદરતે જે માટે તમારું સર્જન કર્યું છે એ તમે જેવા છો તેવા રહીને પૂરું કરી શકો છો!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here