પેટ્રોલ-ડીઝલ: આજે ફરી ભાવવધારો

15 દિવસમાં જ પેટ્રોલ 3.33 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3.85 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

Subscribe Saurashtra Kranti here

હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમી સપાટી પર. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. નોંધનીય છે કે, આ મહિનામાં સમયાંતરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી બાદ સમયાંતરે 15 દિવસમાં જ પેટ્રોલ 3.33 રૂપિયા પ્રતિ લીટર મોંદ્યું થઈ ગયું છે. બીજી તરફ ડીઝલ 3.85 રૂપિયા પ્રતિ લીટર મોંદ્યું થયું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં હાલના સમયમાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

Read About Weather here

સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં 24 પૈસા – 29 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 93.68 રૂપિયા છે. બીજી તરફ, 1 લીટર ડીઝલનો ભાવ 84.61 રૂપિયા છે. દિલ્હી- પેટ્રોલ 93.68 રૂપિયા અને ડીઝલ 84.61 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 99.94 રૂપિયા અને ડીઝલ 91.87 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 89.39 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ 93.72 રૂપિયા અને ડીઝલ 87.46 રૂપિયા પ્રતિ લીટર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here