ફેલાઇ રહયો છે ફંગસ : એક દિવસમાં 99ને ચેપ

સુરતમાં મ્યુકરમાઇકોસિસ(ફંગસ)થી વધુ 3નાં મોત સાથે કુલ 16નાં મૃત્યુ, વડોદરામાં 340 દર્દીઓ અને સુરતમાં 167 દર્દીઓ સારવાર હેઠળ

રવિવારે રાજકોટ, મોરબી અનેક મહાનગરોમાં ઇન્જેકશન ન મળ્યાં, દર્દીઓના પરિવારજનો માટે દિવસભર દોડધામના દ્રશ્યો, મ્યુકરમાઇકોસિસ(ફંગસ)ના ઇન્જેકશનોની હજુ ગંભીર અછત

બાળકોને ચેપથી ખાસ બચાવવા માટે તંત્રની સલાહ, કર્ણાટકમાં બે માસમાં 40 હજાર બાળકો મ્યુકર સંક્રમીત

રાજકોટ,અમદાવાદ સહિત છ શહેરોમાં મ્યુકરમાઇકોસિસ(ફંગસ)ની મહામારી ધીમેધીમે તેનો ક્રુર પંજો વધુને વધુ ફેલાવી રહી છે. આજે એક જ દિવસમાં છ શહેરોમાં મ્યુકરમાઇકોસિસના 99 કેસો નોંધાયા હતા. સુરતમાં 1 દર્દીની આંખ કાઢી લેવાની ફરજ પડી હતી, સુરતમાં મ્યુકરથી વધુ 3 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 16 થયો છે. રોજે રોજ ડઝન બંધ નવા દર્દીઓને ખાસ વોર્ડમાં દાખલ કરવામાં આવી રહયા છે.

Subscribe Saurashtra Kranti here

અમદાવાદ સિવિલમાં આજે નવા 25 કેસ, રાજકોટમાં 20, સુરત અને વડોદરામાં 17-17 નવા મ્યુકર કેસ, ભાવનગરમાં 16 અને જામનગરમાં 14 નવા મ્યુકર કેસો નોંધાયા હતા. સાથે સાથે ઇન્જેકશનની અછત યથાવત રહી છે રવિવારે તો દર્દીઓના પરિવારજનોને એક પણ ઇન્જેકશન ન મળતા ભારે હોબાળો મચી ગયો હતો. રાજકોટ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત અને વડોદરા વગેરે શહેરોમાં રવિવારે ઇન્જેકશનના સ્ટોક આપવામાં ન આવતા દર્દીઓની સાથે સાથે તબીબો પણ હેરાનગતીમાં મુકાઇ ગયા હતા. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 73 દર્દીઓની સર્જરી થઇ છે. એક દર્દીની આંખ કાઢી લેવી પડે છે હજુ 167 દર્દીઓ દાખલ છે. સુરત એસએસજીમાં દૈનિક 440 ઇન્જેકશનની જરૂર પડે છે.

વડોદરામાં કુલ 340 દર્દીઓ મ્યુકર(ફંગસ)ની સારવાર લઇ રહયા છે. 10 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે, 35 જેટલા દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી છે. આ રીતે મ્યુકરમાઇકોસિસ(ફંગસ)ની મહામારી કોરોનાની જેમ પડકાર બનીને ઝડપથી આગળ વધી રહી છે.

Read About Weather here

દરમ્યાન ગુજરાતમાં બાળકો સામે એક નવી બિમારીનો પણ ખતરો ઉભો થયો છે જેનાથી બાળકોને બચાવવાની તાકિદ કરવામાં આવી છે. મલ્ટી સિસ્ટમ ઇનફલેમેટરી સીન્ડ્રોમનું બાળકો પર જોખમ વધી રહયું છે. દેશમાં આવા કેટલાક કેસો નોંધાયા છે જેનાથી તબીબી આલમમાં ધેરી ચિંતાની લાગણી પ્રસરી છે. આ વાઇરસ એવો છે કે, સંક્રમણ થયા બાદ કેટલાક સપ્તાહ બાદ ખબર પડે છે અને કેટલાક લક્ષણ પ્રગટ થવા માડે છે. મ્યુકરની જેમ આ વાઇરસથી પણ બાળકોને ગંભીર અસર થઇ શકે છે.

અત્યારે કોરોનાના વાઇરસની ત્રીજી લહેરની ચર્ચા ચાલી રહી છે. તે બાળકો માટે ખતરનાક બની શકે તેવી લાલબત્તી આરોગ્ય નિષ્ણાંતો દ્વારા ધરવામાં આવી રહી છે. જો કે બીજી લહેર દરમ્યાન જ કર્ણાટક જેવા રાજયોમાં તો હજારો બાળકો વાઇરસની ઝપેટમાં આવી ગયા છે. બે મહિનામાં કુલ 40 હજાર બાળકો સંક્રમીત થયા હોવાના આંકડા નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here