‘તાઉ-તે’થી 1100 કરોડનું નુકશાન : રૂ.1000 કરોડનું પેકેજ

‘તાઉ-તે’થી 1100 કરોડનું નુકશાન
‘તાઉ-તે’થી 1100 કરોડનું નુકશાન

તાઉ-તે વાવાઝોડામાં મૃત્યુ પામેલાના પરિવારજનો માટે કેન્દ્રની રૂ.2-2 લાખની સહાય

તાઉ-તે વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન દ્વારા જંગી સહાય

તારાજીની ધીમે ધીમે બહાર આવતી વિગતો, 12 જિલ્લાઓમાં કુલ 79નાં મોત

સૌથી વધુ અમરેલી જિલ્લામાં 45નાં મોત, હજુ અનેક લોકો લાપત્તા

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વાવાઝોડાથી તારાજ અને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્ર સરકારની તીજોરીના દરવાજા ખોલી નાખ્યા હતા અને રાજય સરકાર માટે કેન્દ્ર તરફથી રૂ.1000 કરોડનું જંગી સહાય પેકેજ આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને તારાજ વિસ્તારોના નિરીક્ષણ બાદ ગઇકાલે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજયના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ રૂ.1000 કરોડનું રાહત પેકેજ જાહરે કર્યુ હતું. એટલુ જ નહીં તાઉ-તે ચક્રવાતમાં માર્યા ગયેલા લોકોના પરીવારજનો માટે રૂ.2-2 લાખની સહાય જાહેર કરી હતી. તાઉ-તે વાવાઝોડાથી ઇજાગ્રસ્ત બનેલાઓ માટે બીજી રૂ.50-50 હજારની સહાય વડાપ્રધાને જાહેર કરી હતી.

Subscribe Saurashtra Kranti here

સમીક્ષા બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક વિસ્તરો અને દિવના વિસ્તારોનું મે હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. અસરગ્રસ્ત તમામ રાજયોની મદદ માટે કેન્દ્ર સરકાર સક્રિય છે અને સતત એમના સંપર્કમાં છે. જેટલા લોકોને અસર થઇ છે એ તમામને શકય તમામ સહાય આપવા માટે કેન્દ્ર સરકાર રાજયની પડખે જ ઉભી છે. વડાપ્રધાને ખાસ બેઠક બોલાવીને રાહત કામોની સમીક્ષા કરી હતી. તેમણે તારાજીના દ્રશ્ય નિહાળ્યા હતા. કોરોનાની પરિસ્થિતિ અંગે પણ વડાપ્રધાને વિગતો જાણી હતી.

વડાપ્રધાને કહયું હતું કે, ગુજરાતની જેમ અન્ય વાવાઝોડા ગ્રસ્ત રાજયોને પણ તાત્કાલીક રાહત પેકેજ આપવામાં આવશે.

સત્તાવાર આંકડાઓ મુજબ ગુજરાતમાં તાઉ-તેના આક્રમણથી 12 જિલ્લાઓમાં કુલ 79 લોકોના મૃત્યુ થયાનું નોંધાયું છે. સૌથી વધુ અમરેલી જિલ્લામાં 45 લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો હજુ લાપત્તા હોવાનું રાજય સરકારના ટેડામાં જણાવ્યું છે. રાજયને કુલ 1100 કરોડનું થયું હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વિનાશ વેરાયો હોવાના અહેવાલો મળી રહયા છે.

Read About Weather here

હજુ પણ તારાજીની વિગતો રોજે રોજ બહાર આવી રહી છે. હજુ સેંકડો ગામડાઓમાં પાણી ભરાયેલા છે અને વિજળી પુરવઠો પણ ખોરવાયેલો છે. 5000 હેકટર જેટલી ખેતીની જમીન હજુ પણ જળબંબાકાર છે. બંધ પડેલા માર્ગો ખોલવા માટે રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેરને રૂ.10 કરોડથી વધુનું નુકશાન થયું હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. 14 હજાર હેકટર જેટલા વિસ્તારની ખેતીની જમીનમાં નુકશાન થયું છે. અનેક પુલ, વિજ થાંભલા અને રસ્તાઓને નુકશાન થયું છે. રાજયમાં કેરીના પાકને જબ્બર નુકશાની સહન કરવી પડી છે. ભારે તોફાની પવન અને પ્રચંડ વર્ષાને કારણે કેરીના 22 લાખ બોકસ નાસ પામ્યા હતા. ગીર વિસ્તારમાં આંબાના 10 હજાર વૃક્ષોને નુકશાન થયું હતું. એટલે કેરીના ભાવમાં કડાકો બોલી ગયો છે. 10 કિલોના બોકસના ભાવમાં રૂ.100 થી રૂ.500 સુધીનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here