વતનની વ્હારે દોડી જતા સાંસદ…

૧૨ કલાકમાં અનેક સ્થળની મુલાકાત, પોરબંદરમાં કાયમી કાર્યાલય શરુ થશે

સાંસદ રામભાઈનાં મો નં. ૯૯૨૫૧૧૮૯૯૯ ઉપર સંપર્ક કરવો

તાઉ-તે વાવાઝોડાની આગાહી થઇ ત્યારથી પોરબંદરનાં વતની તથા રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપતા રામભાઈ મોકરીયા એલર્ટ બની ગયા હતા. પોરબંદરમાં તન, મન, ધનથી મદદ કરવા માટે સૌની સાથે સતત ખડેપગે રહ્યા હતા. રામભાઈએ વાવાઝોડાની પણ ઝડપી ગતિએ આવી ચોવીસ કલાક દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન અને નિરીક્ષણ કરવાની સાથો-સાઠ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

પોરબંદર મુલાકાતે આવેલા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વાવાઝોડા સંદર્ભે તેમની કામગીરી વિષે ચર્ચા કરી હતી. એટલુ જ નહીં પરંતુ કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળા સાથે પણ ટેલિફોનીક વાતચીત કરાવીને પોરબંદરને મદદ માટે તેઓ પણ તત્પર રહેશે તેવી માહીતી આપી હતી. હાઇકમાન્ડ કૌશીકભાઇ પટેલ સહીતના ઓના માર્ગદર્શન નીચે તેઓ પોરબંદર આવ્યા બાદ જીલ્લા કલેકટર સહીત અધિકારીઓ સાથે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક કરીને મહત્વનું માર્ગદર્શન પુરું પાડયું હતું. એટલુ જ નહી તેની સાથો સાથ એન.ડી.આર.એફ ના જવાનો સાથે પણ ચર્ચા કરીને તેમની દેશભકિતની ભાવનાને બીરદાવી હતી.

Subscribe Saurashtra Kranti here

પોરબંદરની બંને કોવીલ હોસ્પિટલોની સાંસદ રામભાઇ મોકરીયાએ રૂબરૂ મુલાકાત કરીને દર્દીઓના હાલ હવાલ પુછવાની સાથોસાથ તેઓને પુરતી સુવિધા મળી રહે તે માટે સીવીલ સર્જનને પણ સુચનો આપ્યા હતા. શહેરના સુભાષનગર વિસ્તારમાં સ્થળાંતરિત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત બંદર વિસ્તારમાં પણ અસરગ્રસ્તોની મુલાકાત લઇને તેમના પ્રશ્નો અને સમસ્યાઓ જાણયા હતા.

સીવીલ હોસ્પિટલમાં કપરી પરિસ્થિતિ સમયે તાત્કાલીક કોઇને ઇમરજન્સીમાં દાખલ કરવા પડે તો તેના માટે ૨૦ બેડ રીઝર્વ રાખવામાં આવ્યા હતા. તેની પણ સમીક્ષા કરી હતી. પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના આશીવાર્દ મેળવવા તેઓ સાંદિપની ખાતે પણ ગયા હતાં. આમ પોરબંદરમાં વાવાઝોડા સમયે સતત ખડેપગે રહીને સાંસદ રામભાઈ મોકરીયાએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવીને લોકોના દીલમાં અનેરુ માના અને સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

Read About Weather here

પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્મા અને તેમની ટીમની વાવાઝોડા સમયેની કામગીરીને બીરદાવી હતી. પોરબંદર આવેલા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ અસરગ્રસ્તો સહીત સ્થળાંતરોની મુલાકાત લીધી ત્યારે એમ પણ જણાવ્યુ હતુ કે, કોઇપણ પ્રકારની જરૂરીયાત હોય તો મને કહો મારો ફોન ર૪ કલાક ચાલુ જ રહે છે. મારા મોબાઇલ નં. ૯૯૨૫૧૧૮૯૯૯ ઉપર ગમે ત્યારે કોઇપણ પ્રકારની જરૂરિયાત-મદદ માટે સંપર્ક સાધી શકાશે તેમ પણ ઉમેર્યુ હતું. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પોતાની મુલાકાતમાં એવું જણાવ્યુ હતુ કે, તેઓ ટુંક સમયમાં જ પોરબંદર ખાતે પણ કાયમી કાર્યલય શરૂ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here