વાડીની ઓરડીમાં જુગાર રમાડતા પટેલ શખ્સ સહિત છ શખ્સોની પોલીસે ધરપકડ કરી
ભાયાવદર તાલુકાનાં ખીરસરા ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સંચાલક સહિત છ શખ્સોની ધરપકડ કરી રોકડા સહિત કુલ રૂ. ૧.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ ભાયાવદરનાં ખીરસરા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા ભાયાવદર પોલીસ મંથકનાં પી.એસ.આઈ એસ.વી.ગોજીયા, હેડ કોન્સ્ટેબલ જે.બી.મકવાણા, મેહુલભાઈ સુવા સહિતનાં સ્ટાફે ભાયાવદરનાં ખીરસરા ગામની સીમમાં અતુલ મનસુખ કનેરીયા નામના પટેલ શખ્સની વાડીએ દરોડો પાડ્યો.
Read About Weather here
અતુલ પટેલની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જૂગારનાં સાધનો પુરા પાડી તીનપતિનો જૂગાર રમાડી તેના બદલામાં આર્થિક લાભ મેળવવા માલ ઉઘરાવતો હોય પોલીસે દરોડા દરમ્યાન સ્થળ પરથી અતુલ મનસુખ કનેરીયા, મનસુખ ખીમજી કરેણા, રાજન જમનાદાસ, વિરાગ મનસુખ કટારીયા, પાર્થ અનીલ કડીયાર, હરસુખ કાના મહિડા સહિત છ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૫૯૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here