એરપોર્ટ પર ઉડતા કાગડા !

એરપોર્ટ પર ઉડતા કાગડા !
એરપોર્ટ પર ઉડતા કાગડા !

દૈનિક ૧૨ ફ્લાઈટ્સની ક્ષમતા પરંતુ હાલ વિમાન વ્યવહાર ઠપ્પ

કોરોના મહામારીને  કારણે એરપોર્ટ પર સુનકાર દ્ર્શ્યો

સપ્તાહમાં ત્રણ દિવસ કોઈ ફ્લાઈટ નહીં, કારણ ઝીરો ટ્રાફિક

કોરોનાના મહામારીના પગલે પગલે અર્થતંત્રના તમામ વિભાગોને જબરો ફટકો પડ્યો છે એ જ રીતે વિમાન વ્યવહારને પણ પ્રતિકુળ અસર થવા પામી છે. રાજકોટથી મુંબઈ-દિલ્હી જનારા મુસાફરો અને ખાસ કરીને વેપારીવર્ગનો ટ્રાફિક છેલ્લા કેટલાય દિવસોથી શૂન્યસ્તરે પહોંચી ગયો હોવાથી રાજકોટ એરપોર્ટ પર કાગડા ઉડતા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા ૩ દિવસથી તો એવી સ્થિતિ છે કે, એરપોર્ટ સુનકાર ભાસી રહ્યું છે.

દરરોજ ૧૨ ફ્લાઈટ્સની અવરજવરની ક્ષમતા ધરાવતા એરપોર્ટ માટે એ હવે સપનું બની ગયું છે. ટ્રાફિક બિલકુલ ઘટી ગયો હોવાથી સપ્તાહમાં ૩ દિવસતો વિમાન વ્યવહાર બિલકુલજોવા મળતો નથી.

Subscribe Saurashtra Kranti here

ઝીરો ટ્રાફિકને કારણે બે ખાનગી એરલાઈન્સ દ્વારા તેમની કામગીરી કામ ચલાવ ધોરણે બંધ રાખવામાં આવી છે. સ્પાઈસ જેટ દ્વારા રાજકોટ એરપોર્ટ તમામ પ્રકારના વિમાન ઉડ્ડયનની કામગીરી ૩૧ મી મે સુધી સ્થગિત રાખવામાં આવી છે. એ જ રીતે ઈન્ડીગો કંપનીએ પણ એક સપ્તાહ સુધી ફ્લાઈટઓપરેશન બંધ કરી દીધું છે. ઈન્ડીગો દ્વારા રાજકોટથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુનો વિમાન વ્યવહાર ચલાવવામાં આવતો હતો. ગોવાની ફ્લાઈટ પણ૧૫ મી મે થી શરુ થશે.

Read About Weather here

હાલમાત્ર એરઈન્ડયાની  ફ્લાઈટ્સ રાજકોટથી ચાલુ છે. તેની પણ ફ્રિકવન્સી ઘટાડી નાખવામાં આવી છે. હાલ સપ્તાહમાં ચાર દિવસ જ મુંબઈ અનેદિલ્હીના રુટ પર ઉડ્ડયન ચાલુ છે.રાજકોટ એરપોર્ટના નિયામક દિગંત બોરાએ જણાવ્યું હતું કે, કોવીડ મહામારીને કારણે હાલ મુસાફરોની સંખ્યા બિલકુલ ઘટી ગઈ છે. વેપારીઓ પણ હાલ વિમાન મુસાફરી ટાળી રહ્યા છે. કોઈને ફેમેલી ઈમરજન્સી હોય તો જ વિમાન મુસાફરી કરે છે. રાજકોટ એરપોર્ટને માલસામન હેરફેરની મંજુરી મળી ગઈ છે પણ હજુ કોઈ કાર્ગો ઓપરેશન શરુ થયું નથી. માર્ચમાં ૩૩૮૫૮ મુસાફરોએ રાજકોટથી વિમાન મારફતે અવરજવર કરી હતી. એ સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. એપ્રિલમાં 15896 ઉતારુંઓ જ મુસાફરી કરી હતી.ખાનગી વિમાન કંપનીઓની ખોટ સરભર થાય એ માટે કાર્ગો સર્વિસની મંજુરી લેવામાં આવી હતી પણ કોરોનાને લીધે એ પણ બંધ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here