મહિલા પી.આઈ ની ધરપકડ !, કારણ ચોંકાવનાર

મહિલા પી.આઈ ની ધરપકડ
મહિલા પી.આઈ ની ધરપકડ

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી મોટો તોડ કરતી ટોળકીને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા બાદ મહિલા પી.આઈ ની સંડોવણી ખુલી

મહિલા પી.આઈ પઠાણ અગાઉ એસીબી ના છટકામાં લાંચ લેતા પકડાઈ હતી

અમદાવાદમાં વેપારીઓને સોશિયલ મીડિયાનાં માધ્યમથી હનીટ્રેપમાં ફસાવી બળત્કાર અને પોક્સોને ગુનામાં ફીટ કરી દેવાણી ધમકી આપી મોટી રકમનો તોડ કરી ગેંગને પોલીસે દબોચી લીધા બાદ અમદાવાદનાં મહિલા પી.આઈ ગીતા પઠાણની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક અરજીના આધારે તપાસ કરી હનીટ્રેપ કૌભાંડમાં સંડોવાયેલા જીતેન્દ્ર ઉર્ફે જીતું નાથાલાલ મોદી, બીપીન સનાભાઇ પરમાર (ઉપાધ્યાય) ઉન્નતી ઉર્ફે રાધિકા રાકેશ રાજપૂત તથા જાનવી ઉર્ફે જીનલ આનંદસિર પઢીયાર સહિત ના શખ્સોની ધરપકડ કરી સઘન તપાસ કરતા અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનનાં પી.આઈ ગીતા પઠાણની સંડોવણી ખુલતા અમદાવાદ પોલીસે ગઈકાલે રાજકોટમાંથી પી.આઈ ગીતા પઠાણની ધરપકડ કરી હતી.

Read About Weather here

મહીલા પી.આઈ પઠાણ અગાઉ એસીબી ના છટકામાં લાંચ લેતા પકડાઈ હતી. પોલીસે પી.આઈ ગીતા પઠાણની ધરપકડ કર્યા બાદ સધન તપાસ કરતા તેને જણાવ્યું હતું કે વેપારીઓને ફસાવવા માટે અરજી થાય તો તે સ્વીકારી લેવા માટે તેમણે મહીલા પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓને સુચના આપી હતી. ત્યારબાદ હનીટ્રેપમાં ફસાયેલા વેપારીને બોલાવી બળાત્કાર કે પોક્સો કેસમાં ફસાઈ જશો પૈસા આપીને પણ સમાધાન કરી લો. તેમ કહીંને દબાણ કરવામાં આવતું હતું. હનીટ્રેપ કરતી ગેંગ લોકો પાસેથી રૂ.૨૬.૫૫ લાખનો તોડ કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here