વાવાઝોડાના પગલે સરકાર પગલા !

‘તાઉ-તે’ માંડ ગયું હવે ‘યાસ’ આવશે !
‘તાઉ-તે’ માંડ ગયું હવે ‘યાસ’ આવશે !

કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરાશે: માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલાં વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે. ટાઉટે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ શકે છે તેવી ભીતિને પગલે સરકાર હરકતમાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારી અંગેની સમીક્ષા બેઠક કરી છે. સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીના પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેસુલ વિભાગને પણ સરકારે પગલાં લેવા તાકિદ કરી છે.

Subscribe Saurashtra Kranti here

ટાઉટે વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠે જાન-માલહાનીનું નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે એકશન પ્લાન ઘડયો છે

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવનાર છે જ્યાથી ટાઉતે વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ સીધી સૂચનાઓ પણ અપાશે.

Read About Weather here

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર અને કચ્છના કલેક્ટર સાથે ટેલિફોેનિક ચર્ચા કરી છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખી વાવાઝોદાથી નુકશાન ન થાય તેવા પગલાં ભરવા સૂચનાઓ જારી કરાઇ છે. સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટે સાવધાનીના પગલાં લેવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. તટરક્ષક દળના જવાનોએ પણ લોકોને દરિયાકાંઠેથી સલામત સ્થળે જવા જણાવ્યુ હતું. આમ,વાવાઝોડાની સંભવિત તબાહીને જોતાં સરકારી તંત્ર સાબદુ બન્યું છે. 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here