કોરોના સંક્રમણને રોકવા ભારતે સેનાની મદદ લેવી જોઈએ -વ્હાઈટ હાઉસ

કોરોના સંક્રમણને રોકવા ભારતે સેનાની મદદ
કોરોના સંક્રમણને રોકવા ભારતે સેનાની મદદ

અમેરિકાના ટોચના ડોકટર અને વ્હાઈટ હાઉસના મેડિકલ સલાહકાર ડો.એન્થની ફોસીએ ભારતને કોરોનાનુ સંક્રમણ રોકવા માટે ત્રણ સૂત્રીય ફોર્મ્યુલા પર કામ કરવા માટે સૂચન કર્યુ છે.

તેમણે કહૃાુ હતુ કે, ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવે, વ્યાપક સ્તર પર લોકોને કોરોનાની રસી મુકવામાં આવે.સાથે સાથે મોટી સંખ્યામાં હંગામી હોસ્પિટલો બનાવવાની જરુર છે. ભારત સરકારે સેનાની મદદ લેવી જોઈએ. રાતોરાત હોસ્પિટલ બનાવવા માટે સેનાની સહાયતા લેવાથી ફરક પડી શકે છે.

Subscribe Saurashtra Kranti here

ડો.ફોસીએ કહૃાુ હતુ કે,ચીનમાં ગયા વર્ષે કોરોનાની ગંભીર સમસ્યા હતી ત્યારે તેણે પોતાના તમામ રિસોર્સિસને હોસ્પિટલો બનાવવા માટે કામે લગાડયા હતા. જેથી તમામ લોકોને સારવાર મળી શકે.ભારતે પણ સેનાની મદદથી ફિલ્ડ હોસ્પિટલ બનાવવા જોઈએ. આ પ્રકારની હોસ્પિટલો યુધ્ધ દરમિયાન તૈયાર થતી હોય છે. જેથી લોકોને બેડ મળી શકે. મને આશા છે કે, ભારત સરકાર તેના પર કામ કરી રહી હશે.

Read About Weather here

તેમણે કહૃાુ હતુ કે, જ્યારે આટલા બધા લોકો એક સાથે સંક્રમિત થાય અને બેડથી માંડીને ઓક્સિજનની અછત સર્જાય તે પરિસ્થિતિ ચોક્કસ પણે નિરાશાનજક હોય છે. આવામાં ભારતને અમેરિકા સહિતના બધા દેશોએ મદદ કરવા માટે આગળ આવવુ જોઈએ.રસીકરણ માટે ભારતે તમામ દેશોની રસીનો ઉપયોગ કરવો જોઈએ.

તેમણે ફરી કહૃાુ હતુ કે, કેટલાક સપ્તાહ માટે ભારતે લોકડાઉન લાગુ કરવુ જોઈએ. તેનાથી સંક્રમણની ચેન તુટે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here