કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ફટકો, ભાવ વધશે !

કેસર કેરી
કેસર કેરી

ગીર વિસ્તારમાં ખાસ કરીને ગીર સોમનાથમાં કેસર કેરીનું ઉત્પાદન સારું એવું નીચે જઈ રહૃાું છે

હવામાન અનુકૂળ ન રહેતાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ગાબડું પડ્યું છે. આગળના વર્ષોની સરેરાશમાં મોટું ગાબડું આવી રહૃાું છે. લગભગ ૪.૬૮ લાખ ટન કેસર કેરી ઓછી પાકી શકે છે.

ગીર વિસ્તારમાં ખાસ કરીને ગીર સોમનાથમાં કેસર કેરીનું ઉત્પાદન સારું એવું નીચે જઈ રહૃાું છે. અહીં રોગ અને વિપરીત વાતાવરણ રહેતાં ઉત્પાદનમાં ફટકો પડ્યો છે. મે ૧૫ ૨૦૨૧થી કેરીની સારી એવી આવક થશે. પણ ઉત્પાદનમાં ગંભીર ફટકો પડ્યો છે.

Subscribe Saurashtra Kranti here

ખેડૂતો સાથે વાત કરતાં સૌથી મોટું નુકસાન ગીર સોમનાથ જિલ્લામાં છે. તાલાલામાં સૌથી વધું કેરી પાકે છે ત્યાં વિપરીત હવામાને અને રોગચાળાએ અસર કરી છે. આ અસર છેલ્લાં ૧૦ વર્ષથી જોવા મળે છે.

કેસર કેરીના વિસ્તાતારોમાં સૌરાષ્ટ્રના ૨ લાખ, કચ્છનો ૬૫ હજાર, દક્ષિણ ગુજરાત ૧ લાખ અને બીજા વિસ્તારો સાથે કુલ ૪ લાખ હેક્ટરમાં કેસર કેરીના બગીચા હોવાનો અંદૃાજ છે. જેમાં અમરેલી અને ભાવનનગરમાં સારું ઉત્પાદન છે. કચ્છમાં પણ સારું ઉત્પાદન છે. પણ જુનાગઢ, ગીર સોમનાથમાં મોટું નુકસાન છે. અહીં ૨ લાખ ટન કેરી પાકવાનો અંદાજ છે.

Read About Weather here

જૂનાગઢ કૃષિ વિશ્ર્વ વિદ્યાલયના સૂત્રો કહે છે કે, વરસાદ મોડે સુધી વધું રહૃાો હતો. ફૂલ ઓક્ટોબર અને નવેમ્બરમાં આવવાની શરૂઆત થઈ હતી. ૨૦-૨૫ દિવસ ભારે ઠંડીના દિવસો હતા. ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અશર જોવા મળે છે.

ગયા વર્ષે તાલાલામાં ૮-૯ લાખ બક્સ કેરી આવી હતી. આ વખતે તેમાં ૨ લાખ બોક્સનો ઘટાડો થઈ શકે છે. સ્વાદ સારો નથી અને માલની ગુવણત્તા સારી નહીં રહે. સોમનાથ અને જુનાગઢ આસપાસ ૬૦ ટકા આંબામાં ફાલ બળી જતાં પાક નિષ્ફળ છે. તેથી ભાવ પેટીએ રૂપિયા ૧૦૦થી ૨૦૦ વધું બોલાશે. ૫૦૦ના ૭૦૦ સુધી જથ્થાબંધ ભાવ રહેશે. અમરેલીમાં સારો પાક છે. ૧૦ ટકા ઉત્પાદન વધી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here