પશ્ર્ચિમ બંગાળમાં કોરોનાના ડરને ભુલી જીતની ઉજવણી !

પશ્ર્ચિમ બંગાળ
પશ્ર્ચિમ બંગાળ

પશ્ર્ચિમ બંગાળમાં તો ઢોલ નગારા સાથે ઉજવણી થઈ રહી છે અને ટીએમસીના કાર્યકરો કહી રહૃાા છે કે, મરી જવાનુ કબૂલ છે પરંતુ ઉજવણી તો કરીશું

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આજે મતગણતરી બાદ વિજય રેલીઓ કાઢવા પર પ્રતિબંધ મુક્યો હતો.જોકે પશ્ર્ચિમ બંગાળ અને તામિલનાડુમાં આ નિયમને ભુલીને કાર્યકરો ઉજવણી કરવા માટે ઉતરી પડ્યા છે.

Subscribe Saurashtra Kranti here

પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસીના સમર્થકોએ જોયુ કે પાર્ટીની સરસાઈ હવે ૨૦૦ બેઠકોને પાર કરી ગઈ છે ત્યારે સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લીલો ગુલાલ ઉડાડીને રસ્તા પર જ ઉજવણી ચાલુ કરી દીધી હતી.બીજી તરફ તામિલનાડુમાં પણ ડીએમકેની જીત નિશ્ર્ચિત થતા જ કાર્યકરોએ ડીએમકે પ્રમુખ સ્ટાલિનના ઘરની બહાર ઉજવણી ચાલુ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને જોતા ચૂંટણી પંચે વિજય રેલીઓ અને ઉજવણી પર પ્રતિબંધ મુક્યો હતો.જોકે હવે પાર્ટીઓના કાર્યકરો જીતની ઉજવણીના નશામાં કોરોનાના ડરને પણ ભુલી ગયા છે.કદાચ આ પ્રકારની ઉજવણી તામિલનાડુ અને પશ્ર્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોના સંક્રમણને ફરી વધારી ના દે.
પશ્ર્ચિમ બંગાળમાં તો ઢોલ નગારા સાથે ઉજવણી થઈ રહી છે અને ટીએમસીના કાર્યકરો કહી રહૃાા છે કે, મરી જવાનુ કબૂલ છે પરંતુ ઉજવણી તો કરીશું.

Read About Weather here

દરમિયાન ચૂંટણી પંચે આ તમામ ઉજવણીઓ સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપ્યો છે.જે વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે તેના જવાબદાર અધિકારીને પણ સસ્પેન્ડ કરાવની વાત થઈ રહી છે.જોકે કાર્યકરો પર તેની અસર પડતી દેખાઈ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here