કોરોના મહામારીમાં વિટામીન યુક્ત ફ્રુટના ભાવ આસમાને !

કોરોના મહામારીમાં વિટામીન યુક્ત ફ્રુટ
કોરોના મહામારીમાં વિટામીન યુક્ત ફ્રુટ

જનતાની ’આફત’, વેપારીઓનો ’અવસર’

લીલું નાળિયેર ૧૦૦ રૂપિયાનું એક, લીંબુ ૧૩૦ રૂ. કિલો, સફરજન ૨૦૦ રૂ.કિલો, મોસંબી ૮૦થી ૧૦૦ રૂ.કિલો.

બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણને પગલે હાલમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે

Subscribe Saurashtra Kranti here

કોરોનાના દર્દીઓ માટે વિટામિન-સીવાળા ફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે લાભદાયક છે, આથી હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી છે. કોરોનાના કપરાકાળમાં નિર્દોષ અને સામાન્ય જનતાને લૂંટવામાં કોઈ બાકી નથી.

સામાન્ય સમયમાં જે લીંબુના ભાવ પ્રતિ કિલો ૪૦-૫૦ રૂપિયા હતા, એ આજે ૧૩૦ સુધી વેચાઈ રહૃાા છે. એમાં પણ લીલાં નાળિયેર જે થોડા દિવસ પહેલાં ૧૦૦ રૂપિયાના 5 મળતા હતા, એ આજે ૧૦૦ રૂપિયામાં એક મળી રહૃાું છે તેમજ મોસંબી જ રૂ.૨૦૦ થી ૨૫૦ રૂપિયાના ૧૦ કિલો મળતી હતી એના ભાવ આજે રૂ.૮૦૦ થી રૂ.૧૦૦૦ થઈ ગયા છે. સફરજન પણ ૧૦૦ રૂ. કિલોમાંથી ૨૦૦ રૂપિયે કિલો વેચાવા લાગ્યા છે. જ્યારે અનાનસ પણ ૪૦ રૂપિયાના મળતા હતા, એ આજે ૧૦૦ રૂ.માં મળે છે.

Read About Weather here

બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણને પગલે હાલમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે ફ્રૂટ્સ ખાવાનું તબીબો દ્વારા જણાવવામાં આવે છે. તેમાંય વિટામિન-સીનું પ્રમાણ વધુ હોય એવા ફ્રૂટ્સ જેમ કે નારંગી, મોસંબી, પાઇનેપલ, દ્રાક્ષ, કિવી અને ડ્રેગન ફ્રૂટ જેવાં ફળો ખાવાનું જણાવવામાં આવે છે, આથી બજારમાં તેની ડિમાન્ડ વધુ હોવાથી ઠેર ઠેર આવા ફ્રૂટ્સનું વેચાણ વધ્યું છે.

હાલમાં વિટામિન-સી વાળા ફ્રૂટ્સની ડિમાન્ડને જોતાં ફ્રૂટ્સના વેપારીઓ દ્વારા તેની ઉઘાડી લૂંટ ચલાવી રહૃાા છે. બજારમાં વેચાતાં નારંગી, મોસંબી, દ્રાક્ષ, કેરી, પાઇનેપલ પ્રતિ કિલો રૂપિયા ૧૮૦થી ૨૦૦ના ભાવે વેચાઇ રહૃાાં છે. ત્યારે કોરોનાના દર્દીઓનાં સગાંની હાલત કફોડી બની રહી છે. એક બાજુએ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે રાહ જોવી પડે છે, ત્યારે ફ્રૂટ્સના વેપારીઓએ માનવતા ભૂલી લૂંટવાનું શરૂ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here