કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી સર્જિકલ વસ્તુઓની ભારે અછત

કોરોનાની સારવારમા સર્જિકલ વસ્તુઓ
કોરોનાની સારવારમા સર્જિકલ વસ્તુઓ

કિંમતમાં ધરખમ વધારાથી લોકોને પડ્યા પર પાટુ

ઓક્સિમિટર, નિટરીલ ગ્લોઝ, નેબુલાઈઝર, થર્મોમિટર, માસ્ક, વેપોરાઈઝર અને ઓક્સિફ્લોમિટર સહિત વસ્તુઓ ના ભાવ ડબલ થયા

ઓક્સિજનની અછત સર્જાઈ છે ત્યારથી ઓક્સિજન બોટલ પર લગાવાતા ઓક્સિફ્લોમિટરની ભારે ડિમાન્ડ, રોજની 500 ઇન્કવારી આવે છે :વેપારીઓ

હોસ્પિટલમાં બેડના મળવાના કારણે લોકો ઘરે જ કોરોના ની સારવાર લઇ રહ્યા છે

રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને કેસોમાં સતત વધારો થઈ રહ્યા છે, તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. રાજ્યમાં હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. કોરોના દર્દીઓની સારવાર માટે રામબાણ કહેવાતા રેમેડિસિવિર ઈન્જેકશન અને ફેબીફ્લૂ દવાની પણ અછત સર્જાય છે. બીજી તરફ માત્ર દવા નહીં કેટલીક સર્જિકલ વસ્તુઓની પણ બજારમાં ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. આ તમામ સર્જિકલ વસ્તુઓ કોરોનાના દર્દી સિવાય સામાન્ય લોકો પણ ખરીદી રહ્યા છે, જેમાં ઓક્સિમિટર, નિટ્રીલ ગ્લોઝ ઓક્સિફ્લોમિટર, નેબ્યુલાયઝર થર્મોમિટર, વેપોરાઈઝર વગેરે વસ્તુઓ લોકો મોટી સંખ્યામાં ખરીદી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઓક્સિજનની પણ અછત સર્જાય છે.

હોસ્પિટલમાં બેડના મળવાના કારણે લોકો ઘરે જ કોરોના ની સારવાર લઇ રહ્યા છે. જેમાં ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા લોકો પોતાના ઘરે જ કરીને દર્દીની ઓક્સિજન આપી રહ્યા છે. પરંતુ આના કારણે મોટી સંખ્યામાં લોકો હાલ ઘરે ઓક્સિજન સિલિન્ડર વસાવી રહ્યા છે અને પોતાના દર્દી માટે ઘરે જ હોસ્પિટલ જેવી સુવિધા ઊભી કરી રહ્યા છે. જેના કારણે આ સિલિન્ડરની ઉપર લગાવવામાં આવતું ઓક્સિફ્લોમિટર હાલ બજારમાં ક્યાંય જોવા મળતું નથી.

Subscribe Saurashtra Kranti here

ઓક્સિફ્લોમિટરની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે વેપારીઓ પણ કહે છે કે, છેલ્લા ઘણા દિવસોથી માર્કેટમાં અમે પણ ઓક્સિફ્લોમિટર જોયું નથી, આગળથી પૂરતો માલ આવતો નથી. રોજની 500થી વધુ માત્ર ઓક્સિફ્લોમિટર માટેની ઇન્કવાયરી આવે છે. લોકો બહુ આગ્રહ કરે છે પરંતુ અમે પણ તેમની મદદ કરી શકતા નથી. બજારમાં ક્યાંક બ્લેકમાં મળે તો પણ તેની બેથી ત્રણ ગણી કિંમત ચૂકવવી પડે છે. આ ઓક્સિફ્લોમિટરની ખછઙ 1750-1800ની છે, પરંતુ તે અત્યારે બ્લેકમાં 5000માં મળે છે. લોકોને 5000 આપતા પણ 1-2 જ મળી રહે છે. બાકી તો લોકો એક શહેરથી બીજા શહેર આંટાફેરા મારે તો પણ મળવું મુશ્કેલ છે.

ઓક્સિમિટર કે જે શરીરમાં કેટલું ઓક્સિજનનું પ્રમાણ છે તે દર્શાવે છે. એક વર્ષ અગાઉ આ જ ઓક્સિમિટર 700 રૂપિયામાં મળતું હતું. પરંતુ જે રીતે કોરોનાના કેસ વધ્યા તે રીતે લોકો સાવચેતીના ભાગરૂપે ઓક્સિમિટરની ખરીદી કરવા લાગ્યા જેથી હાલ ઓક્સિમિટરની કિંમત 1800થી 2000 સુધી પહોંચી ગઈ છે. સાથે બજારમાં કેટલા નકલી ઓક્સિમિટર પણ સસ્તા ભાવે મળતા થઈ ગયા છે.

આ નકલી ઓક્સિમિટરના કારણે કેટલાક લોકોને ખોટું પરિણામ બતાવે છે અને તેઓ ડરીને ખોટી-ખોટી દવાઓ પણ લેતા થઈ જાય છે. લોકો પૈસા બચાવવા માટે સસ્તા ઓક્સિમિટર ખરીદે છે. જે કોઈ કંપનીના હોતા નથી તે 700 રૂપિયામાં મળી રહે છે પરંતુ જે કંપનીના ઓક્સિમિટર છે તે2 હજાર સુધી કિંમત હોય છે. આ મસમોટી કિંમત લોકોને પોષાતી નથી જેથી લોકો આવા સસ્તા ઓક્સિમિટર ખરીદે છે. જોકે ઓક્સિમિટરની બજારમાં ભારે ડિમાન્ડ છે પણ તે દરેક જગ્યાએ મળી રહે છે.

નિટ્રીલ અને લેટેક્સ આ 2 પ્રકારના ગ્લોઝ કે જેનું કોરોના કાળ પહેલા નહીંવત ઉપયોગ થતો હતો. આજે એની પણ ઘણી ડિમાન્ડ છે. જોકે મેડિકલ ક્ષેત્ર નિટ્રીલ ગ્લોઝનો ઉપયોગ વધુ થાય છે. જેની કિંમત 1 વર્ષ અગાઉ 800 રૂપિયા હતી, જેમાં 100 નંગ ગ્લોઝ આવતા હતા, અત્યારે તેની કિંમત 1600 થી 1700 રૂપિયા થઈ ગઈ છે.

લોકો કોરોનાથી બચવા માટે હવે ઘરની બહાર નીકળે એટલે આ ગ્લોઝ પહેરીને નીકળે છે. સાથે હોટેલ, દુકાન અને હેર સલૂનમાં પણ હવે લોકો ગ્લોઝ પહેરીને કામ કરે છે, જેથી ડિમાન્ડ પણ વધી ગઈ છે. જોકે આ ગ્લોઝ પણ હવે બધી જગ્યાએ મળી રહે છે અને કેટલીક જગ્યાએ લેટેક્સ ગ્લોઝ પણ લોકો ઉપયોગ લે છે. આ ગ્લોઝ 150 રૂપિયામાં મળતા હતા. જ્યારે જેના અત્યારે 800 રૂપિયા થઈ ગયા છે. આ ગ્લોઝ બધા મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ નથી હોતા.

Read About Weather here

મહામારીના સમયે લોકોમાં તાવ અને શરદી-ઉધરસ જેવા લક્ષણો વધારે જોવા મળે છે. જેથી વેપોરાઈઝર અને થર્મોમિટરનું પણ વેચાણ ખૂબ જ વધ્યું છે. વેપોરાઈઝરથી કોરોના સંક્રમિત સિવાય સામાન્ય લોકો પણ તેની મદદ લે છે. એક વર્ષ અગાઉ આ વેપોરાઈઝર 90-100રૂપિયા મળતું હતી. આજે તેની કિંમત 200-250 થઈ ગઈ છે અને બજારમાં ડિમાન્ડ પણ વધી છે. સાથે થર્મોમિટરના વેચાણમાં વધારો થયો છે. પહેલા લોકોના ઘર દીઠ એક થર્મોમિટર હતું તો કેટલાક લોકો એ તો જોયું પણ ન હતું પરંતુ આજે તો ઘરના સભ્યો દીઠ લોકો થર્મોમિટર ખરીદે છે. કોરોના સંક્રમણના ડરે લોકોએ એકબીજાની વસ્તુ ઉપયોગમાં લેવાની ઓછી કરી દીધી છે, જે થર્મોમિટર પહેલા 70માં મળતું હતું આજે તે 200 રૂપિયા માં મળે છે.

હાલની પરિસ્થિતિ માં લોકો ને કોરોના દર્દી માટે ઓક્સિજનની ખૂબ જ આવશ્યકતા હોય છે. હોસ્પિટલમાં બેડ ન મળે તો લોકો ઓક્સિજનના સિલિન્ડર લાવે છે.પરંતુ તે પણ ન મળે તો લોકો ઓક્સિજન માટે નેબુલાઈઝર ખરીદે છે, જેથી દર્દીને થોડી ઘણી રાહત આપી શકાય. આ નેબુલાઈઝરની પણ કિંમત હાલ તો ડબલ થઈ ગઈ છે, પહેલા 800 માં મળતું હતું અત્યારે ક્યાંક રૂ. 1800માં તો ક્યાંક રૂ. 1500 માં મળે છે. જોકે, હાલ આની પણ બજારમાં ઘણી ડિમાન્ડ જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here