સોનાના આભૂષણો પર ફરજિયાત હોલ માર્કિંગ મોકૂફ રાખવા સરકારને અપીલ

હોલ માર્કિંગ મોકૂફ
હોલ માર્કિંગ મોકૂફ

ફરજિયાત હોલ માર્કિંગનું અમલીકરણ જૂન ૨૦૨૨ સુધી મોકૂફ રાખવામાં આવે

વર્તમાન પરિસ્થિતિમાં હોલ માર્ક ફરજિયાત બનાવવામાં આવશે તો તેનાથી ઉદ્યોગની કામગીરીમાં વિક્ષેપ ઊભો થવા સાથે ઘણા લોકો આજીવિકા ગુમાવી શકે છે

રત્ન અને ઝવેરાત ઉદ્યોગની સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા, ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના ગ્રાહક બાબતોના વિભાગને કોવિડ-૧૯ને ધ્યાનમાં લેતા સોનાના આભૂષણો પર ફરજિયાત હોલ માર્કિંગને લાગુ કરવા માટેની અંતિમ મુદત જૂન ૨૦૨૦ની જગ્યાએ જૂન ૨૦૨૧ સુધી મુલતવી રાખવા અને લંબાવવા પર વિચારણા કરવા પત્ર લખીને અપીલ કરી છે.

Subscribe Saurashtra Kranti here

જીજેસીએ એવો મત વ્યક્ત કર્યો છે કે વર્તમાન પરિસ્થિતિમાં હોલ માર્ક ફરજિયાત બનાવવામાં આવશે તો તેનાથી ઉદ્યોગની કામગીરીમાં વિક્ષેપ ઊભો થવા સાથે ઘણા લોકો આજીવિકા ગુમાવી શકે છે. જીજેસી એવું ઇચ્છે છે કે કોરોના મહામારી અને માળખાગત સુવિધાના અભાવને ધ્યાનમાં લેતાં ફરજિયાત હોલમાર્કિંગનું અમલીકરણ જૂન ૨૦૨૨ સુધી મોકૂફ રાખવામાં આવે.

ભારતના ફક્ત ૩૩ ૩૩ ટકા જિલ્લામાં એએન્ડએચ કેન્દ્ર હોવાથી કોઈ યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી: એએન્ડએચ કેન્દ્રો ન હોય તેવા જિલ્લામાં જીજેસી ઝવેરીઓ અને કારીગરો નોકરીઓ, આજીવિકા ગુમાવશે. આ ઉપરાંત, દેશના ૭૩૩ જિલ્લાઓમાંથી ફક્ત ૨૪૫ જિલ્લામાં હવે એએન્ડએચ કેન્દ્રો છે (બીઆઈએસ ડેટા મુજબ) અને જીજેસીએ બીઆઈએસને દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એએન્ડએચ સેન્ટર હોય, તેની ખાતરી કરવા વિનંતી કરી છે.

Read About Weather here

જીજેસીએ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ) દ્વારા બહાર પાડવામાં આવેલા સરકારના નવા ગ્રાહકલક્ષી આદેશને અને નવમી ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સુધારેલા ઓર્ડર અનુસાર, સોનાના બધા જ આટીકલ્સ (ચીજવસ્તુ)નું હોલમાર્કિંગ અને વેચાણ ફક્ત નોંધાયેલ ઝવેરીઓ દ્વારા જ કરવાના આદેશને પણ આવકાર્યો છે. જોકે, જીજેસીએ જણાવ્યું છે કે ઓર્ડર મુજબ, હોલમાર્કિંગ ફરજિયાત બનાવતા પૂર્વે યોગ્ય માળખાકીય સુવિધાઓ અને પ્રશિક્ષિત કર્મચારીઓ સાથે, દેશભરના તમામ જિલ્લાઓમાં યોગ્ય રીતે માન્ય, સંપૂર્ણ કાર્યરત એએન્ડએચ (એસેઇંગ અને હોલમાર્કિંગ) કેન્દ્રો હોવા જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here