ઉતાવળથી લોકડાઉન થશે નહીં, હાલ આવી સ્થિતિ દેખાઈ રહી નથી : અમિત શાહ

રાજ્યો ઇચ્છે તો સ્વયં લોકડાઉન લગાવી શકે છે
રાજ્યો ઇચ્છે તો સ્વયં લોકડાઉન લગાવી શકે છે

દેશની લગભગ ૫૭ ટકા વસ્તી પ્રતિબંધ હેઠળ છે, પરંતુ કોરોના જે રીતે બેકાબૂ થઈ ગયો છે, ત્યારે સરકાર પાસે એક માત્ર વિકલ્પ લોકડાઉન છે

લોકડાઉન ફક્ત કોરોનાને નિયંત્રિત કરવાનો એક માત્ર વિકલ્પ છે?

દેશમાં કોરોના વાયરસ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહૃાુ છે. દેશમાં આવેલી બીજી લહેરે જાણે તબાહી મચાવી દીધી છે અને પહેલીવાર ભારતમાં એક જ દિવસમાં કોરોનાનાં ૨.૬૦ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાની આ ભયાનક ગતિને જોતા દેશમાં ફરી એકવાર લોકડાઉનનો પોકાર સંભળાઇ રહૃાો છે. હાલમાં દેશની લગભગ ૫૭ ટકા વસ્તી પ્રતિબંધ હેઠળ છે, પરંતુ કોરોના જે રીતે બેકાબૂ થઈ ગયો છે, ત્યારે સરકાર પાસે એક માત્ર વિકલ્પ લોકડાઉન છે. જો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં કોઈ ઉતાવળથી લોકડાઉન થશે નહીં અને હાલ આવી સ્થિતિ દેખાઈ રહી નથી.

Subscribe Saurashtra Kranti here

આપને જણાવી દઇએ કે, એક ઇન્ટરવ્યુંમાં, અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, ગયા વર્ષની જેમ, લોકડાઉન ફક્ત કોરોનાને નિયંત્રિત કરવાનો એક માત્ર વિકલ્પ છે? જેના જવાબમાં શાહે કહૃાું- અમે ઘણા સ્ટેકહોલ્ડર્સોની સાથે ચર્ચા કરી રહૃાા છીએ. શરૂઆતમાં લોકડાઉન કરવાનો હેતુ જુદો હતો. અમે મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સારવારની લાઇન બનાવવા તૈયાર કરવા ઇચ્છી રહૃાા હતા. ત્યારે અમારી પાસે કોઈ દવા કે રસી નહોતી. હવે પરિસ્થિતિ જુદી છે. તેમ છતાં, અમે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચામાં છીએ. સામાન્ય સંમતિ ભલે કોઇ પણ હોય, અમે તે મુજબ જ આગળ વધીશું. પરંતુ ઉતાવળમાં લોકઆઉન કરવા જેવી સ્થિતિ દેખાઇ રહી નથી.

Read About Weather here

બીજા પ્રશ્ર્નમાં શાહને પૂછવામાં આવ્યું હતું કે  પહેલા કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ઘણી પહેલ કરવામાં આવી હતી. કટોકટીની બાબતો હવે કેમ નથી? આ અંગે તેમણે કહૃાું  આ સાચું નથી. મુખ્યમંત્રીઓ સાથે બે બેઠક થઈ હતી અને હું પણ હાજર હતો. હમણાં જ, રાજ્યનાં રાજ્યપાલો સાથે બેઠક થઈ હતી. સરકારોને ટેકો આપવા માટે સામાજિક ક્ષેત્રમાં શેરહોલ્ડરોને વધુ પ્રોત્સાહન આપવા અમારી બેઠક મળી છે. રસીકરણનાં મોરચા પર વૈજ્ઞાનિકો સાથે વાતચીત થઈ છે અને મેડિકલ પ્રોટોકોલ સુધારવા માટેની બેઠક પણ થઇ છે. તેની વિરુદ્ધ સંપૂર્ણ લડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમયે સંક્રમણની ગતિ એટલી વધારે છે કે આ લડાઈ થોડી મુશ્કેલ બની છે. પરંતુ મને વિશ્ર્વાસ છે કે અમે આ જંગ જીતીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here