કોરોના કૌભાંડ, માત્ર 500 રૂપિયામાં મળતો ફેક રિપોર્ટ!

કોરોના
કોરોના

સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો કોરોના દર્દીઓને લઈ ઉભી છે

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું રહૃાું છે. તેવામાં હવે લેભાગુ તત્વો દ્વારા પૈસા કમાવવાની લ્હાયમાં કાળા કામો કરવામાં આવી રહૃાા છે. એકબાજુ રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી ફૂલીફાલી છે. ત્યાં હવે અમદાવાદમાં બોગસ આરટીપીસીઆર રિપોર્ટનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે વટવામાં આવેલી લેબોરેટરીને સીલ મારી દેવાઈ છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો કોરોના દર્દીઓને લઈ ઉભી છે. આવી અત્યંત ગંભીર પરિસ્થિતિમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા પૈસા કમાવવાની લાલચમાં ખોટા કામોને અંજામ આપતા હોય છે. અમદાવાદના ઘોડસરમાં આવેલી ગાયત્રી લેબમાં બોગસ RTPCR ટેસ્ટ કરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ બહાર આવ્યું છે.

Read About Weather here

અમદાવાદના ઓગણજ ખાતે રહેતો ડો. દિવ્યેશ પટેલ આ લેબને ચલાવતો હતો. જ્યારે નિલેશ વાઘેલા નામનો શખ્સ સમગ્ર લેબનું સંચાલન કરતો હતો. આ લેબમાં ફક્ત ૫૦૦ રૂપિયામાં બોગસ RTPCR રિપોર્ટ કાઢી આપવામાં આવતો હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો. આ મામલે ફરિયાદી વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે હાલ લેબને સીલ મારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here