એન્ટિલિયા કેસ: વઝેએ કર્યો નવો ખુલાસો…

sachin vaze exposed anil deshmukh-એન્ટિલિયા કેસ
sachin vaze exposed anil deshmukh-એન્ટિલિયા કેસ

એન્ટિલિયા કેસમાં NIAએ વઝે સાથે પૂછપરછ માટે કૉર્ટ પાસે વધુ ૪ દિવસનો સમય માંગ્યો હતો

એન્ટિલિયા કેસ,

Subscribe Saurashtra Kranti here

સચિન વઝેએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને લઇને આરોપ લગાવ્યા છે કે તેમણે ફરી પદભાર સોંપવાના બદલે ૨ કરોડ રૂપિયાની માંગ કરી હતી. એન્ટિલિયા કેસમાં એનઆઈએને આપવામાં આવેલા લેખિત નિવેદનમાં સચિવ વઝેએ આ આરોપ લગાવ્યા છે. વઝેનું કહેવું છે કે અનિલ દેશમુખે તેમને જણાવ્યું હતુ કે, પવાર તેમને હટાવવા ઇચ્છતા હતા, પરંતુ દેશમુખે કહૃાું કે તેઓ તેમને મનાવશે.

આના બદલામાં મારી વઝેએ એ પણ કહૃાું કે, જ્યારે તેણે દેશમુખને કહૃાું કે, આટલા પૈસા આપવામાં તે અસમર્થ છે તો તેમણે આ રકમ તેમને બાદમાં આપવાની વાત કહી હતી. વઝેએ પત્રમાં દાવો કર્યો કે દેશમુખે ઑક્ટોબર ૨૦૨૦માં સહયાદ્રી ગેસ્ટ હાઉસ પર તેમને બોલાવ્યા હતા.

દેશમુખે આ દરમિયાન વઝેને ૧૬૫૦ બાર અને રેસ્ટોરન્ટથી પૈસા વસૂલવાની વાત કહી હતી. આના પર વઝેએ કહૃાું હતુ કે આ મારી પહોંચની બહાર છે. જુલાઈ-ઑગષ્ટ ૨૦૨૦ના મહિનામાં વઝેને મંત્રી અનિલ પારબે પોતાના સત્તાવાર બંગલા પર બોલ્યા હતા. આ એ સમય હતો જ્યારે પોલીસ અધિકારીઓની ૩-૪ દિવસમાં આંતરિક બદલી કરવામાં આવી રહી હતી.

વઝેએ કહૃાું છે કે, આ દરમિયાન મંત્રી અનિલે મને એસબીયૂટીની વિરુદ્ધ ફરિયાદના મામલે હસ્તક્ષેપ કરવા કહૃાું હતુ અને એસબીયૂટીના ટ્રસ્ટીઝને સમજૂતી માટે બોલાવવા માટે કહૃાું હતુ. તેમણે મને એસબીયૂટીથી પચાસ કરોડ માંગની વાત સાથે વાતચીત કરવા માટે કહૃાું હતુ. વઝેને દાવો છે કે તેણે આ કેસને લઇને પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી અને કહૃાું હતુ કે તેને આ કેસથી કોઈ લેવાદેવા નથી અને તે એસબીયૂટીથી સંબંધિત કોઈ પણ વ્યક્તિને નથી ઓળખતો.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે વિશેષ અદાલતે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સચિન વઝેની વધુ ચાર દિવસની કસ્ટડી આપી છે. એન્ટિલિયા કેસને લઈને NIAએ વઝે સાથે પૂછપરછ માટે કૉર્ટ પાસે વધુ ૪ દિવસનો સમય માંગ્યો હતો. વઝેના વકીલે NIAની માંગનો વિરોધ કર્યો. તેમણે કહૃાું કે, વઝે પૂછપરછમાં એજન્સીઓનો સંપૂર્ણ સહયોગ કરશે. વઝેને હાથકડી પહેરાવીને મુંબઈના CSMT સ્ટેશન લઇ જવા પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here