કોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના 12 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન

Anand-Village-લોકડાઉન-
Anand-Village-લોકડાઉન-

આણંદ જિલ્લામાં કોરોનાના ૧૫૭ દર્દીઓ સારવાર મેળવી રહૃાા હોવાનું સત્તાવાર યાદી જણાવી રહી છે

Subscribe Saurashtra Kranti here

સમગ્ર રાજ્યમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહૃાો છે. ત્યારે, આણંદ જિલ્લામાં પણ કોવીડના કેસો વધી રહૃાા છે. વધતા જતા કોરોનાના કેસો રોકવા માટે આણંદ જિલ્લાના ૧૨ જેટલા ગામો દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગામના નાગરિકોની સુરક્ષા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરનારા ગામોમાં પીપળાવ, મલાતજ, પામોલ, વટાદરા, બોદાલ, વિરસદ, પણશોરા, કોઠાવી, જેસરવા, ચાંગા, અને લિંગડા ગામનો સમાવેશ થાય છે. આ ગામોએ સંક્રમણને નાથવા ગ્રામ પંચાયત, વેપારીઓ અને સ્થાનિકોની સંમતિ સાથે સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં લાવ્યું છે. આ ગામોમાં ધંધા રોજગારને કોઈ અસર ન પડે તે માટે નિયત કરેલા નિયમો સાથે મર્યાદિત સમય માટે બજારો ખોલીને બાકીના સમયે સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવે છે.

Read About Weather here

હાલ આણંદ જિલ્લામાં કોવીડના ૧૫૭ દર્દીઓ સારવાર મેળવી રહૃાા હોવાનું સત્તાવાર યાદી જણાવી રહી છે, પરંતુ જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓનો આંકડો અને હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓનો આંકડો કઈ અલગ જ પરિસ્થિતિને વર્ણવી રહી છે. તે જોતા માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સિંગના નિયમોની કડકાઈથી અમલવારી કરાવવામાં આવે તે જરૂરી જણાઈ રહૃાું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here