સુરત મનપાની મનમાની???

surat-મનપા-rashid-vaccine
surat-મનપા-rashid-vaccine

કોવિડ વૅક્સિન નહીં લેવા પર ૧૦૦૦નો દંડ ફટકાર્યો

મનપાના કેટલાક લોકો દુકાને આવીને દંડની રિસિપ્ટ પકડાવી

Subscribe Saurashtra Kranti here

શહેરમાં જેમ-જેમ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તેમ-તેમ સુરત મહાનગર પાલિકા(મનપા) પોતાની મનમરજી મુજબ નિયમો લાવીને લોકો પર થોપી રહી છે. હકીકતમાં દેશભરમાં વૅક્સિન લગાવવા માટે દરેક રાજ્ય પોતાની રીતે જાગરુક્તા અભિયાન ચલાવી રહી છે, પરંતુ સુરત મહાનગર પાલિકા જાગરુક્તા અભિયાનની સાથે દાદાગિરી પણ કરી રહી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, લોકોને પરાણે વૅક્સિન લેવા માટે મજબૂર કરાવાઈ રહૃાા છે અને વૅક્સિન ના લેવા પર તેમની પાસેથી દંડ વસૂલવામાં આવી રહૃાો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ૪૫ વર્ષના દિલીપ દૃુબે શહેરના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨ એપ્રિલે સુરત કોર્પોરેશનના કેટલાક લોકો તેમની દૃુકાનમાં આવ્યા અને પાન પાર્લરમાં કામ કરતા કર્મચારી પંકજ દૃૂબેને ૧૦૦૦ રૂપિયાના દંડની રિસિપ્ટ પકડાવી દીધી.

Read About Weather here

પંકજે જ્યારે પ્રશ્ર્ન પૂછતા તેમણે જણાવ્યું કે, દિલીપ દૃુબેએ હજુ સુધી કોરોના વિરોધી રસી લધી નથી. આથી આ દંડ ફટકારવામાં આવી રહૃાો છે. જ્યારે દિલીપ દૃૂબેને દંડની જાણ થઈ, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા કે આ નવો નિયમ ક્યારથી લાગૂ થઈ ગયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here