સુરતની શેરીઓને વાંસ-પતરાં ઠોકીને બંધ કરાવી, ફરી લોકડાઉનની દહેશત?

લોકડાઉન
લોકડાઉન

સુરતમાં કોરોનાના નવા ૬૮૭ કેસ નોંધાયા છે

Subscribe Saurashtra Kranti here

સુરતમાં હાલમાં મહિધરપુરા હીરાબજારની શેરીઓ નિયંત્રિત કરાઇ છે અને મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત ગલે મંડી, મોટી શેરી, ગુંદી શેરીનાં નાકાં પણ બંધ કરાયા છે. આ તમામ શેરીઓ વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવાઈ છે. શહેરમાં મુખ્ય રસ્તા પરની ૮થી વધુ શેરી બંધ કરી દેવાતાં શહેરમાં લોકડાઉનની તૈયારીઓ શરૂ કરાઈ છે કે શું એવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ શહેરમાં તાવના દર્દીની સંખ્યા વધી અને નજીકની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. દર્દીઓ વધતા લોકોમાં ગભરાટનો માહોલ છે.

સુરતમાં કોરોનાના નવા ૬૮૭ કેસ નોંધાયા છે અને વધુ પાંચના સત્તાવાર મોત રીતે મોત થયું હોવાની જાહેરાત કરાતાં મૃત્યુઆંક ૧૧૮૮ પર વપહોંચ્યો છે. સુરત સિટીમાં કોરોનાના ૫૨૬ અને ગ્રામ્યમાં ૧૬૧ કેસ નવા નોંધાતાં કુલ કેસનો આંક ૬૭,૧૪૧ પર પહોંચ્યો છે જ્યારે ૬૬૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

સૂરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે અને કેસો સાથે મૃત્યુઆંક પણ વધી રહૃાો છે. સિટીમાં કોરોનામાં ત્રણ વૃદ્વા અને બે મહિલા મળી વધુ પાંચના મોત થયા હતા. આજે સિટીમાં નવા ૫૨૬ અને જીલ્લામાં ૧૬૧ મળી કોરોનાના કુલ નવા કેસ ૬૮૭ નોંધાયા છે. શહેરમાંથી વધુ ૫૬૭ અને ગ્રામ્યમાંથી ૧૦૨ મળી ૬૬૯ દર્દીને રજા અપાઇ હતી.

Read About Weather here

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોસાડના ૫૬ વર્ષીય પ્રોઢાને ગત ૨૮મી એ ,સીટીલાઇટના ૭૨વર્ષીય વૃદ્વાને ગત તા.૩૧મીએ ,ઉધનાયાર્ડના ૪૯ વર્ષીય મહિલાને ગત તા.૩૦મીએ તથા પાંડેસરાના ૬૯ વર્ષીય વૃદ્વાને ગત તા.૩૦મીએ અને રૂસ્તમપુરાના ૬૭ વર્ષીય વૃદ્વાને ગત તા.૧લીએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ પાંચેના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here