ફેસબૂકના 50 કરોડથી વધુ યુઝર્સનો પર્સનલ ડેટા હેકર્સના હાથમાં???

ફેસબૂક
ફેસબૂક

આ લીક બાદ ફેસબૂક પર ફરી વખત પસ્તાળ પડી છે

Subscribe Saurashtra Kranti here

ફેસબૂકના ૫૦ કરોડથી વધારે યુઝર્સનો પ્રાઈવલેટ ડેટા લીક થઈ ગયા બાદ ખળભળાટ મચી ગયો છે. જે ડેટા લીક થયો છે તેમાં ઈમેઈલ એડ્રેસ, ફોન નંબર સહિતની જાણકારીઓ સામેલ છે. આ લીક બાદ ફેસબૂક પર ફરી વખત પસ્તાળ પડી છે. જ્યારે કંપનીને આ અંગે સવાલ કરાયો ત્યારે કંપનીએ જવાબ આપ્યો હતો કે, ડેટા લીક થવા અંગે જે મીડિયા અહેવાલ પ્રકાશિત થયો છે તે બહુ જુનો છે.

મીડિયા રિપોર્ટ અને એક સાયબર એક્સપર્ટના કહેવા પ્રમાણે આ ૫૦ કરોડ લોકોનો ડેટા હેકર્સના હાથમાં ગયો છે. જેમાં યુઝર્સની અંગત જાણકારીઓ સામેલ છે. અમેરિકામાં સાઈબર ક્રાઈમ નાથવા કામ કરતી એક ખાનગી કંપનીએ શનિવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

લીક થયેલી જાણકારીમાં યુઝર્સનો મોબાઈલ નંબર પણ સામેલ છે. જેનો અર્થ એ થાય છે કે, ફેસબૂક એકાઉન્ટ માટે ઉપયોગમાં લીધેલો ફોન નંબર પણ લીક થઈ ગયો હોવાની શક્યતા છે. જેમના ડેટા હેક થયા છે તેમાં ૩.૨ કરોડ અમેરિકન યુઝરનો સમાવેશ થાય છે.

Read About Weather here

જોકે ‘facebook’ નુ કહેવુ છે કે, આ ડેટા લીકની વાત ૨૦૧૯ની છે. એ પછી અમે જે પણ સમસ્યા હતી તેને ઠીક કરી લીધી છે. facebook ડેટા લીકનો આ પહેલો મામલો નથી. આ પહેલા ૨૦૧૬માં બ્રિટિશ કન્સલ્ટિંગ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ પણ રાજકીય જાહેરાતો માટે લાખો ફેસબૂક યુઝર્સની પ્રાઈવેટ માહિતી લીક કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here