બિલ્ડર જીતુ પટેલનું અપહરણ કુખ્યાત ચંદન સોનાર ગેંગ દ્વારા કર્યાનું સામે આવ્યું

valsad-apharan-બિલ્ડર જીતુ પટેલ
valsad-apharan-બિલ્ડર જીતુ પટેલ

અપહરણકારોએ બિલ્ડર જીતુ પટેલના પરિવારનો સંપર્ક કર્યો ન હતો

Subscribe Saurashtra Kranti here

વલસાડ જિલ્લાના ઉમરગામના જાણીતા બિલ્ડર જીતુ પટેલના અપહરણના હાઈ-પ્રોફાઈલ કેસમાં વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે. બંનેએ દેશના સૌથી કુખ્યાત અપહરણકારોની ચુંગાલમાંથી બિલ્ડર જીતુ પટેલને એક પણ રૂપિયો આપ્યા વગર છૂટકારો કરાવ્યો છે. આ અપહરણ કોઈ સામાન્ય ગુનેગારોની ટોળકીએ નહીં પરંતુ સમગ્ર દેશમાં અપહરણના ગુનાખોરીની દૃુનિયામાં કુખ્યાત ચંદન સોનાર ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

અપહરણકારોએ એક પણ સબૂત ન છૂટે તે માટે માનવામાં પણ ન આવે તેવા પેંતરા પણ અજમાવ્યા હતા. હોલિવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટને પણ ટક્કર આપે તેવા આ કેસની વિગતો જોઈએ.

વલસાડ જિલ્લાના ઉમરગામના જાણીતા બિલ્ડર જીતુ પટેલનું ગત ૨૨મી તારીખે રાત્રે તેમના ઘર નજીકથી અપહરણ થયું હતું. બે હાઈસ્પીડ કારમાં આવેલા હથિયારબંધ અપહરણકારોએ બંદૃૂકના નાળચે બિલ્ડરનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. જે બાદમાં વલસાડ જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં બિલ્ડરનું અપહરણ કરીને આરોપીએ ફરાર થઈ ગયા હતા તે કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ સિવાય વલસાડ પોલીસ અપહરણકારો સુધી પહોંચે તેવો એક પણ પૂરાવો હાથમાં ન હતો. બે દિવસ સુધી અપહરણકારોએ બિલ્ડર જીતુ પટેલના પરિવારનો સંપર્ક કર્યો ન હતો. આ ઘટનાના બે દિવસ બાદ ૨૪ તારીખે બિલ્ડર જીતુ પટેલના જ સીમ કાર્ડનો ઉપયોગ કરીને તેમના પત્નીના મોબાઈલ પર ફોન કરી રૂપિયા ૩૦ કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

Read About Weather here

જે બાદમાં અપહરણકારો સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસ અને એટીએસની ટીમે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ધામા નાખી અપહરણકારોનું પગેરું શોધવા તપાસ હાથ ધરી હતી. આખરે વલસાડ પોલીસને પ્રાથમિક સફળતા મળી અને મહારાષ્ટ્રના એક રેલવે સ્ટેશનથી બે શકમંદની અટકાયત કરી હતી. તેમની આગવી ઢબે પૂછપરછ કરતાં તેમની પાસેથી પોલીસને અપહરણકારોએ જે મોબાઈલનો ઉપયોગ કરીને બિલ્ડર જીતુ પટેલના પરિવારનો સંપર્ક કરી રૂપિયા ૩૦ કરોડની ખંડણી માંગી રહૃાા હતા તે સીમકાર્ડ મળી આવ્યું હતું. જે બાદમાં અપહરણકારો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here