ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓને કલીનચિટ

ઇશરત
ઇશરત

15 જૂન 2004ના રોજ ઇશરત સહિત ચારનું એન્કાઉન્ટર થયું હતું, ઇશરત આતંકવાદી ન હોતી એવું માનવાને કોઇ કારણ ન હોતું : સીબીઆઇ કોર્ટ

Subscribe Saurashtra Kranti here

ઘટનાના 16 વર્ષ બાદ સીબીઆઇ કોર્ટનો સૂચક અને મહત્વપુર્ણ ચુકાદો, ક્રાઇમ બ્રાંચના તરૂણ બારોટ, જી.એલ.સિંધલ અને અનાજુ ચૌધરીએ કાયદા મુજબ કામ કર્યાનું અદાલતનું તારણ

એક સમયે માત્ર ગુજરાત નહીં બલકે દેશભરમાં ભારે ચર્ચા, ચકચાર અને સનસનાટી મચાવી દેનાર ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે 16 વર્ષના લાંબા વહાણા વળી ગયા બાદ સીબીઆઇની ખાસ અદાલતે ચુકાદો જાહેર કર્યો હતો અને એન્કાઉન્ટરની ઘટનામાં સંડોવાયેલા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ત્રણેય અધિકારીઓને કલીનચીટ આપી હતી. સીબીઆઇ કોર્ટના ચુકાદાને પગલે એ અધિકારીઓ તરૂણ બારોટ, જી.એલ.સિંધલ અને અનાજુ ચૌધરીએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

આઇબીને મળેલા ચોક્કસ ઇનપુટને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ખાસ ટીમ અને ગુજરાત પોલીસની ઇન્ટેલીઝન્સ બ્યુરોની ટીમ દ્વારા અમદાવાદ પાસે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇની રહેવાસી યુવતી ઇશરત જહાં અને તેના ત્રણ સાથીઓ પોલીસના હાથે ઠાર મરાયા હતા. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો. એ સમયે કેન્દ્રમાં કોંગ્રેસ પ્રેરીત યુપીએ સરકાર હતી. જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી કાર્યરત હતા. ઇશરત જહાં ત્રાસવાદી ઘટનાને અંજામ દેવા માટે પોતાના સાગરીતો સાથે અમદાવાદ આવી હતી. તેવું ગુજરાત પોલીસે જાહેર કર્યુ હતું. અને ક્રાઇમ બ્રાંચની કામગીરીનો બચાવ કર્યો હતો.

આ ઘટનાની તપાસ પણ થઇ હતી. ખાસ સીબીઆઇ કોર્ટ આ અંગે રચવામાં આવી હતી. જેમાં તરૂણ બારોટ સહિતના અધિકારીઓ વિરૂધ્ધ બનાવટી એન્કાઉન્ટર કર્યાના આક્ષેપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો આજે 16 વર્ષના લાંબા ગાળા બાદ સીબીઆઇની ખાસ અદાલતે ચુકાદો આપ્યો હતો.

Read About Weather here

સીબીઆઇની ખાસ અદાલતે તરૂણ બારોટ સહિતના ત્રણેય પોલીસ અધિકારીઓને કલીનચીટ આપતા સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, આ પોલીસ અધિકારીઓએ કાયદાની મર્યાદામાં રહીને કામગીરી કરી હતી. ચુકાદામાં એવું પણ દર્શાવ્યું હતું કે, ઇશરત જહાં આતંકવાદી ન હોતી. એવી દલીલ સ્વીકારી શકાય તેમ નથી. આઇબીના ઇનપુટ અનુસાર આખુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાંચે કાયદા મુજબ પોતાની ફરજ બજાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here