સુપ્રીમ કોર્ટનો પોલીસને આદેશ…

કોઇ જવાબદારી વિના સોશિયલ મીડિયા પર સમાચારોનું કોમી રંગ આપીને પ્રસારણ કરવા સામે સુપ્રીમની સખ્ત નારાજગી
કોઇ જવાબદારી વિના સોશિયલ મીડિયા પર સમાચારોનું કોમી રંગ આપીને પ્રસારણ કરવા સામે સુપ્રીમની સખ્ત નારાજગી

Subscribe Saurashtra Kranti here

સુપ્રીમ કોર્ટે કહૃાું કે બે અઠવાડિયાની અંદર મુખ્તારને યુપી શિટ કરવામાં આવે

મુખ્તાર અંસારી મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે યોગી સરકારના પક્ષમાં પોતાનો ચુકાદો આપતા માફિયા મુખ્તાર અ્સારીને યુપી પોલીસને સોંપી દેવાના નિર્દેશ આપ્યા છે. આ માટે બે અઠવાડિયાનો સમય પણ અપાયો છે. કોર્ટે અંસારીની ટ્રાન્સફર અરજીને ફગાવી દીધી. કોર્ટ પંજાબ સરકારની દલીલથી સંતુષ્ટ નહતી. પંજાબ સરકારને કોર્ટના આ નિર્ણયથી મોટો ફટકો પડ્યો છે.

સુપ્રિમ કોર્ટે કહૃાું કે બે અઠવાડિયાની અંદર મુખ્તારને યુપી શિટ કરવામાં આવે. આ સાથે જ કોર્ટે કહૃાું કે વિશેષ કોર્ટ નક્કી કરશે કે અંસારીને અલાહાબાદ કે બાંદાની કઈ જેલમાં શિટ કરાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે મુખ્તાર અંસારીને પંજાબની રોપડ જેલથી યુપીની બાંદા કે અલાહાબાદ જેલમાં શિટ કરાશે.

અત્રે જણાવવાનું કે ગત અનેક વર્ષથી મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશની જેલમાં શિટ કરવા માટે કવાયત ચાલતી હતી. પરંતુ પંજાબનું રોપડ જેલ પ્રશાસન વારંવાર તેમાં અડિંગો જમાવતું હતું. જેલ પ્રશાસન મુખ્તારની ખરાબ હેલ્થનો વારંવાર હવાલો આપતું રહૃાું. આ મામલે યુપી સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ હતી અને મુખ્તારે કહૃાું કે તેને યુપીમાં જીવનું જોખમ છે.

Read About Weather here

પંજાબ સરકારના વકીલ દૃુષ્યંત દવેએ કહૃાું કે યુપી સરકારની માગણી બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે. જો તેને માનવામાં આવી તો ભવિષ્યમાં આવા કેસોનું પૂર આવી જશે. તેમણે કોર્ટને યુપી સરકારની અરજી ફગાવવાની માગણી કરતા કહૃાું કે આ અરજી બંધારણની કલમ ૩૨ હેઠળ પણ મેન્ટેનેબલ નથી. મુખ્તાર અંસારીને લઈને યુપી સરકારે જે આધાર પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી તે માગણી ન્યાયપાલિકાના સિદ્ધાંતોનો ભંગ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here