આવતીકાલે કિસાનોનું “ભારત બંધ, સજ્જડ સુરક્ષા

BHARAT-BANDH-કિસાનો
BHARAT-BANDH-કિસાનો

Subscribe Saurashtra Kranti here

કિસાન નેતા બુટાસિંધે જણાવ્યું હતું કે, અમે સંપુર્ણ બંધ પાડવાના છીએ

અન્ન દાતાને સમર્થન આપવા આગેવાનોનો અનુરોધ

આંધ્રપ્રદેશ સરકારનો બંધને ટેકો, બપોર પછી ખુલશે સરકારી કચેરીઓ

નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 4 મહિનાથી દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહેલા કિસાનોના મુખ્ય સંગઠન કિસાન સંયુકત મોરચાએ આવતીકાલ તા.26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. એલાનને સફળ બનાવવા અને અન્ન દાતાનું સમર્થન કરવા કિસાન નેતા દર્શન પાલે લોકોને અનુરોધ કર્યો છે.

આવતીકાલે સવારે 6 વાગ્યાથી બંધ શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બંધ દરમ્યાન વાહન વ્યવહાર અને રેલવે વ્યવહારને પ્રતિકુળ અસર થવાનું સંભવ છે. સુરક્ષા દળોની ઠેરઠેર તૈનાતી કરવામાં આવી રહી છે. બીજા એક કિસાન નેતા બુટાસિંધે જણાવ્યું હતું કે, અમે સંપુર્ણ બંધ પાડવાના છીએ. 28 માર્ચે હોળીના દિવસે નવા કૃષિ કાયદાની નકલોની હોળી પણ કરવામાં આવશે.

આંધાપ્રદેશ વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીએ બંધને ટેકો જાહેર કર્યો છે. તમામ સરકારી કચેરીઓ બંધ રાખવાનું રાજય સરકારે આદેશ આપ્યો છે. બપોરે 1 વાગ્યા પછી સરકારી કચેરીઓ ખોલવામાં આવશે અને બપોર પછી આરટીસી બસો ચલાવવામાં આવશે.

સંયુકત કિસાન મોરચાએ એક નિવેદનમાં ભારત બંધને સંપુર્ણ સફળ બનાવવા અને અન્નદાતાને સન્માન આપવા દેશવાસીઓને અપીલ કરી છે. નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા 4 મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાનાવિરોધમાં સત્યાગ્રહ કરે છે પણ સરકાર એમની વાત કાને ધરવાને બદલે એમને અપમાનીત કરી રહી છે.

Read About Weather here

દરમ્યાન ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને આંદોલનનો ચહેરો ગણાકા રાકેશ ટીકૈતે હુંકાર કર્યો હતો કે, ખેડૂતોમાં ભાગલા નહીં પડે જરૂર પડે તો ફરી દિલ્હી જઇને બેરીકેટો તોડવામાં આવશે. કેન્દ્ર સરકારે અમને જાતી અને ધર્મના ધરોણે વિભાજીત કરવાના પ્રયાસો કર્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે, જરૂર પડી તો ખેડૂતો સંસદમાં જઇને એમની કૃષિ જળશોનું વેંચાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ કહયું છે કે, ખેડૂતો દેશમાં ગમે ત્યાં જઇને વેંચાણ કરી શકે છે. એટલે અમે વિધાન સભાઓ, કલેકટર કચેરીઓ અને સંસદમાં જઇને જણશોનું વેચાણ કરશું. અત્યારે પણ દિલ્હીની બોર્ડર પર હજારો ખેડૂતો સત્યાગ્રહ પર બેઠા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here