અસલાલીમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલા આરોપીની ધરપકડ

Amd-Bogas-Doctor-ડોક્ટર
Amd-Bogas-Doctor-ડોક્ટર

Subscribe Saurashtra Kranti here

બોગસ ડોક્ટર ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હતો

અમદાવાદ જિલ્લાના અસલાલી નજીક આવેલા ભાત ગામમાં કોઈ ડીગ્રી વગર બની બેઠેલા ડોક્ટરની અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે. ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હોવાની એસઓજીની ટીમને બાતમી મળતા આ આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી અલગ અલગ કંપનીની દવાનો જથ્થો અને મેડિકલના સાધનો મળી કુલ રૂ.૬૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અસલાલી વિસ્તારમાં ગ્રામ્ય એસઓજીની ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ ચંદુભાઈને બાતમી મળી હતી કે, અસલાલીના ભાત ગામે હોળી ઢાળમાં તુષારભાઈ પટેલનું મકાન ભાડે રાખી તેમાં જીલ ક્લિનિક નામથી દવાખાનું ચાલે છે. અંકિત કુમાર શાહ ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયેદસર એલોપેથીક દવાઓ આપે છે. જેનાં આધારે એસઓજીની ટીમે તે જગ્યાએ પહોંચી દરોડો પાડ્યો હતો.

Read About Weather here

ત્યારબાદ અંકિત શાહ પાસે ડોક્ટરની ડીગ્રી માગતાં તેની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું કહૃાું હતું. જેથી બોગસ ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હોવાનું સામે આવતા એસઓજીની ટીમે અંકિત કુમારની ધરપકડ કરી છે. આરોપી પાસેથી દવાઓનો જથ્થો તથા મેડિકલના સાધનો મળીને કુલ રૂ.૬૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here