વડાપ્રધાનના પ્રહાર,દીદી બંગાળ ચૂંટણીની બહાર!!!

modi-mamta-દીદી
modi-mamta-દીદી

Subscribe Saurashtra Kranti here

લોકો દીદીનો ખેલ સમજી ગયા, બે મેએ વિદાય નક્કી: મોદી

પશ્ર્ચિમ બંગાળ ચૂંટણી: વડાપ્રધાને ચૂંટણી રેલીમાં દીદી પર પ્રહાર કર્યા

2 મેના રોજ બંગાળ અને વિકાસની વચ્ચે જે દિવાલ આવી ગઇ છે તે તૂટી જશે

નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દૃુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે પીએમ મોદીએ સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ આજે પશ્ર્ચિમ બંગાળમાં મેદીનાપૂરમાં રેલીને સંબોધીત કરી હતી. રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહૃાું કે હવે બંગાળમાં બધી બાજુએથી અવાજ આવી રહી છે, ૨ મેએ દીદી જઈ રહૃાા છે.

નોંધનીય છે કે નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દૃુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે નંદીગ્રામના સંગ્રામમાં આજે પીએમ મોદી મેદાનમાં આવ્યા હતા. નંદીગ્રામને અધિકારી પરિવારનો ગઢ માનવામાં આવી રહૃાો છે ત્યારે મમતા બેનર્જીનો પણ દૃાવો છે કે તેઓ આ બેઠક પર જીત હાંસલ કરશે.
પીએમ મોદીએ કહૃાું કે બંગાળને હવે પરિવર્તનની જરૂર છે. ૨જી મેના રોજ બંગાળ અને વિકાસની વચ્ચે જે દીવાલ આવી ગઈ છે તે તૂટી જશે. અહિયાં ભાજપની સરકાર બનશે અને ખેડૂતોના હકના ૩ વર્ષના પૈસા હું જમા કરાવીને જ રહીશ. છેલ્લા ત્રણ વર્ષમાં જે પૈસા દીદીએ નથી આપ્યા તે હું ખેડૂતોને આપીશ. દિલ્હીની સરકાર આ પૈસા ખેડૂતોના ખાતામાં આપવા માંગતી હતી પરંતુ દીદીએ એવું થવા જ ન દીધું.

Read About Weather here

પીએમ મોદીએ કહૃાું કે દીદી આજે બંગાળ પૂછી રહૃાું છે કે અમ્ફાનની રાહત કોણે લૂંટી? ગરીબોના ચોખા કોણે લૂંટયા? આજે લોકો તૂટેલી છતની નીચે રહેવા માટે મજબૂર છે તે લોકો તમારાથી સવાલ કરી રહૃાા છે. પીએમ મોદીએ કહૃાું કે દિદિના રાજમાં અહિયાં હિંસા અને બોમ્બ ધમાકાઓના જ સમાચાર સામે આવી રહૃાા છે. આખા આખા ઘર ઉડાવી દેવામાં આવે છે અને મમતાની સરકાર માત્રને માત્ર જોઈ રહે છે. આ સ્થિતિને બદલવી પડશે. બંગાળમાં શાંતિ જોઈએ તો બોમ્બ અને બંદૃૂકથી મુક્તિ જરૂરી છે.

પીએમ મોદીએ કહૃાું કે મમતા દીદીને તમે ૧૦ વર્ષ કામ કરવાનો મોકો આપ્યો. તેમણે તમારી વચ્ચે આવવું જોઈએ અને હિસાબ આપવું જોઈએ. પરંતુ દીદી હિસાબ નથી આપી રહૃાા તે ગુસ્સો કરી રહૃાા છે અને ગાળો આપી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here