ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નામે કોલ કરનારાઓથી સાવધાન: છેતરપિંડીથી બચવા સરકારની ચેતવણી

ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નામે કોલ કરનારાઓથી સાવધાન: છેતરપિંડીથી બચવા સરકારની ચેતવણી
ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નામે કોલ કરનારાઓથી સાવધાન: છેતરપિંડીથી બચવા સરકારની ચેતવણી

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT)ના નામે મોબાઈલ નંબર બ્લોક કરવાની ધમકી આપનારાઓ સામે સરકારે લોકોને ચેતવણી આપી છે. શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેઓ પોતાને ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારી કહે છે અને કનેક્શન કાપી નાખવાની ધમકી આપે છે તે નકલી છે.

તેમનો હેતુ લોકોની અંગત માહિતી ચોરી કરવાનો અને નાણાકીય છેતરપિંડી કરવાનો છે. વિભાગે વિદેશી મૂળના મોબાઈલ નંબરો પરથી આવતા વોટ્સએપ કોલ સામે પણ ચેતવણી આપી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લોકોને એવી ધમકી પણ આપવામાં આવી રહી છે કે તેમના મોબાઈલ નંબરનો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે દુરુપયોગ થઈ રહ્યો છે. સાયબર ગુનેગારો સાયબર ગુનાઓ/નાણાકીય છેતરપિંડી કરવા માટે આવા કોલ દ્વારા વ્યક્તિગત માહિતીની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિભાગે કહ્યું કે, તે તેના વતી આવા કોલ્સ કરવા માટે કોઈને અધિકૃત કરતું નથી. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે લોકોએ સતર્ક રહેવું જોઈએ.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે લોકોને સલાહ આપી છે કે, તેઓ સંચાર સાથી પોર્ટલ(www.sancharsaathi. gov.in)ના આઇ-રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન ફીચર પર આવા કપટપૂર્ણ સંદેશાઓની જાણ કરે. તેની સક્રિયપણે જાણ કરવાથી વિભાગને સાયબર ગુનાઓ, નાણાકીય છેતરપિંડી માટે ટેલિકોમ સંસાધનોનો દુરૂપયોગ અટકાવવામાં મદદ મળે છે. 

સંચાર સાથી પોર્ટલની ’Know Your Mobile Connections’ ફીચર પર ખોટા કનેક્શનની જાણ કરી શકે છે. લોકો તેમના નામે જારી કરાયેલા મોબાઈલ કનેક્શનની તપાસ કરી શકે છે. ઉપરાંત, તેઓ એવા કોઈપણ મોબાઈલ કનેક્શનની જાણ કરી શકે છે કે જેનો તેમણે લાભ લીધો નથી અથવા જેની જરૂર નથી.