ગીરસોમનાથમાં ચૂંટણી ફરજ પર નિયુકત 2506 અધિકારીઓને તાલીમ અપાઈ.

ગીરસોમનાથમાં ચૂંટણી ફરજ પર નિયુકત 2506 અધિકારીઓને તાલીમ અપાઈ.
ગીરસોમનાથમાં ચૂંટણી ફરજ પર નિયુકત 2506 અધિકારીઓને તાલીમ અપાઈ.

ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં 791, તાલાલામાં 795, કોડીનારમાં 588 અને ઉના મતવિસ્તાર વિભાગમાં 332 કર્મચારીઓ-અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી અને ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને વિવિધ કૌશલ્યથી સજ્જ કરવામાં આવ્યો હતો. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ યુનિવર્સિટી ખાતે યોજાયેલ 13-જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 90- સોમનાથ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડિંગ, ફર્સ્ટ પોલિંગ અને પોલિંગ ઓફિસર્સને તાલીમ વર્ગમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને એક મેકના સહયોગથી સારી રીતે લોકસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે જરૂરી પ્રેરણા પૂરી પાડી હતી. આ તાલીમ દરમિયાન નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, માસ્ટર્સ ટ્રેઈનર તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.