વેરાવળ રેલવે સ્ટેશનના વર્કશોપ પાસે જુગાર રમતા 21 પકડાયા

વેરાવળ રેલવે સ્ટેશનના વર્કશોપ પાસે જુગાર રમતા 21 પકડાયા
વેરાવળ રેલવે સ્ટેશનના વર્કશોપ પાસે જુગાર રમતા 21 પકડાયા
રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે શાપર-વેરાવળમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા જીગ્નેશ મગન વાધરીયા(ઉ.વ. 40, રહે. વેરાવળ ગામ, ગાયત્રી મંદિર વાળી શેરી, નં.4, મૂળ વેરાળ ગામ, તા. ભાણવડ)ને ઝડપી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ફેસબુક મારફત મોબાઈલ આઇડી અને બેલેન્સ મેળવ્યું હતું. ઉપરાંત ગોંડલના બકાલી તરીકે ઓળખાતા પંટરનું નામ ખુલ્યું છે. પોલીસે જીગ્નેશ અને બે મોબાઈલ નંબર ધારક શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ, રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઇ એચ.સી. ગોહિલની રાહબરીમાં એલસીબી ટીમના એએસઆઈ આર.વી. બારડ, હેડ કોન્સ્ટેબલ આર.વી. બકોત્રા, કોન્સ્ટેબલ પ્રકાશ પરમાર, મનોજ બાયલ વગેરે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, શાપર વેરાવળમાં મહિન્દ્રા સી.આઈ. કારખાના પાસે, રાઇસ સ્પેરપાર્ટ્સ કારખાના સામે જાહેરમાં એક વ્યક્તિ મોબાઈલ આઇડી મારફત ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે. સ્થળ પર પહોંચી તપાસ કરતા વર્ણન મુજબનો શખ્સ મળી આવતા તેણે પોતાની ઓળખ જીગ્નેશ વાધરીયા તરીકે આપી હતી. તેનો મોબાઈલ ચેક કરતા લાઈવ લાઈન ગુરુ એપ્લિકેશન ખુલી હતી તેમાં વર્લ્ડ કપની ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ફાઇનલ મેચનો સ્કોર જોવા મળેલ.

ઉપરાંત વેબ પેઇઝ ખુલ્લું હોય જે જોતા ઈંગ્લીશમાં બેટવોર77.કોમ લખેલું વેબ પેઇઝ જોવા મળેલ. જેમાં સટ્ટાની વિગત હતી. તા.19/10થી લઈ તા.19/11 સુધીના એક મહિના દરમિયાન જુદા જુદા મેચ પર રમેલ સટ્ટાના સોદા વાળું એકાઉન્ટ જોવા મળેલ. બીજું વેબ પેઇઝ જોતા ઈંગ્લીશમાં સિલ્વર ઈએક્સસીએચ.કોમ લખેલ જોવા મળેલ. તેમાં પણ સટ્ટાની એક મહિનાનું સ્ટેટમેન્ટ લિસ્ટ હતું. સિલ્વર સિલ્વર ઈએક્સસીએચ.કોમ પેઇજના સોદા અંગે પૂછતાં આરોપીએ જણાવેલ કે, ફેસબુકના માધ્યમથી એક મોબાઈલ નંબર મળ્યા હતા. જેમાં ચેટ કરી કયુઆર કોડ મંગાવ્યું હતું. ઓનલાઈન પેમેન્ટ કરી આઇડી મેળવ્યું હતું. બેટવોર77.કોમ અંગે પૂછતાં જણાવેલ કે, એક મોબાઈલ નંબર મળ્યો હતો જેમાં વોટ્સએપ પર ગોંડલના બકાલી નામના વ્યક્તિ સાથે વાત કરેલી. પેમેન્ટ આંગડીયાથી મોકલ્યું હતું અને આઇડી પાસ વર્ડ મેળવ્યું હતું. આરોપીની અંગ ઝડતીમાં રૂ.1150 મળેલ. મોબાઈલ ફોન અને રોકડ મળી રૂ.6150નો મુદ્દામાલ કબ્જે કરી. શાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. આરોપી પાસેથી મળેલા મોબાઈલ નંબર ધારક વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી.

Read National News : Click Here

આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટ રેલવે એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે વેરાવળ સ્ટેશનના વર્કશોપ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. રેલવે એલસીબીના સ્ટાફે ત્યાં દરોડો પાડી જુગાર રમતા લાખા દેવરાજ મોરી, શબીર બસીર શેખ, સુરેશ રાજુ સોલંકી, શાહીલ સલીમ શેખ, યુસુફ અહમદ લુલા, મહેશ પરબત ડાંગર, નયન મનસુખ પરમાર, મહેશ બાબુ સેવરા, યાકુબ અયુબ કરમતી, મુનિરખા બહાદુરખા, ભગા હુકુમત, જગા વરજાંગ, જગા ધનજી, સલીમ યુસુફ અક્ષય રામજી, યોગેશ ગોવિંદ, નિતેશ રાશી, હરદાસ ગોરધન, દિપક ઇન્દ્ર, વસીમ યુસુફ અને પ્રકાશ જેરામને પકડી લઈ ૧.૩૨ લાખ રોકડા અને ૧૭ મોબાઈલ મળી કુલ ૨.૨૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here